જામનગર શહેર DYSP એ.પી.જાડેજાની બદલી..

ગઈકાલે પી.આઈ.ની બદલીઓ બાદ આજે DYSP બદલાયા

જામનગર શહેર DYSP એ.પી.જાડેજાની બદલી..

Mysamachar.in-જામનગર

જામનગર જીલ્લા પોલીસવડાનો ચાર્જ એસ.પી.દીપન ભદ્રને સંભાળ્યા બાદ જામનગર જીલ્લામા બાકીની હલચલ પછી થશે પણ પહેલા પોલીસવિભાગમાં હલચલનો પ્રારંભ ગઈકાલથી થઇ ચુક્યો છે, અને જીલ્લાના એલસીબી એસઓજી સહિતના પી.આઈ.ની બદલીઓનો ઘાણવો નીકળ્યા બાદ આજે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા શહેર ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા એ.પી.જાડેજાની મદદનીશ નિયામક લાંચ રુશ્વત વિરોધી બ્યુરો રાજકોટ ખાતે બદલી કરવામાં આવી છે, અને જામનગર શહેર ડીવાયએસપી તરીકે જાડેજાને સ્થાને અમદાવાદ ખાતે ફરજ બજાવતા અને આઈપીએસ કક્ષાના અધિકારી નીતીશ પાંડેને મુકવામાં આવ્યા છે.