Mysamachar.in-જામનગર:
જેને ઝડપી પાડવા માટે છેલ્લા છ માસથી જામનગર પોલીસ વોચ રાખીને ટેકનીકલ ડેટા મેળવીને તેનું એનાલીસીસ કરી રહી તે ગંભીર ગુન્હાઓમાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવામાં અંતે જામનગર સી ડીવીઝન પોલીસને સફળતા મળી છે, જામનગર શહેરમાં થયેલ અલગ-અલગ ફુલ-6 ઘરફોડ ચોરી તથા 2 વાહન ચોરી કરનાર નાસતા ફરતા તથા ભાગ્યનગર (મહારાષ્ટ્ર)માં MCOCA ના ફરારી આરોપી તથા (મહારાષ્ટ્ર) પરભણી કલમ-224 કેદી જાપ્તામાંથી ફરારી આંતર-રાજય આરોપી રાહુલ ઉર્ફે પંડિતસિંહ બાદલ ઉર્ફે ઘરમસિંહ બંજારાને ચોરીના સોના ચાંદીના મુદામાલ સાથે પાલી (રાજસ્થાન) થી પકડી પાડવામાં જામનગર સી ડીવીઝન પોલીસને સફળતા મળી છે,
જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન મુજબ ઘણા સમયથી નાસતા-ફરતા આરોપી રાહુલ ઉર્ફે પંડિતસિંહ બાદલ ઉર્ફે ઘરમસિંહ બંજારા રહે.પાલી રાજસ્થાન વાળાને પકડવા માટે બે ટીમ બનાવી ડી.સ્ટાફ પીએસઆઈ આર.એલ.ઓડેદરા તથા ઉધોગનગર પોલીસ ચોકીના પીએસઆઈ આર.ડી.ગોહિલની બે ટીમ બનાવી છ મહિનાથી આરોપી સર્વેલન્સ ઉપર હોય અને છ મહિનાથી આરોપીની ટેકનીકલ એનાલીસીસના આધારે મુવમેન્ટ ઉપર વોચ રાખતા હોય તે સમય દરમીયાન ખાનગી રાહે બાતમી મળેલ કે, આરોપી રાહુલ ઉર્ફે પંડિતસિંહ બાદલ ઉર્ફે ઘરમસિંહ બંજારા રહે.પાલી રાજસ્થાન વાળો પાલી (રાજસ્થાન) એસ.ડી.એમ. કચેરી ખાતે આવવાનો હોય તેવી ખાનગી રાહે બાતમી મળતા તાત્કાલીક રવાના થઇ આ વ્યક્તિને રાઉન્ડઅપ કરી મજકુર ઇસમને જામનગર ખાતે લાવવામાં આવેલ હતો,
જ્યાં જામનગરમાં નોંધાયેલ ગુન્હા માટે કોર્ટમાંથી રીમાન્ડ 5 દિવસના રિમાન્ડ મેળવી અને તપાસ દરમીયાન જામનગર સીટી સી ડીવી પો.સ્ટે.માં અલગ અલગ વિસ્તારમાં ચોરીનો મુદામાલ કિ.રૂા.3,39,850 ના સાથે રીકવરી કરેલ હોય વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આ આરોપી દિવસ દરમ્યાન જામનગર શહેર વિસ્તારની રેકી કરતા અને બંધ ટેનામેન્ટ દિવસ દરમીયાન જોઇ આવતા હતા અને બાદમાં તેના સહ આરોપીઓ અન્ય જગ્યાએથી મોટર સાયકલ ચોરીને ઘરફોડ ચોરી આચરતા હતા અને આ ચીકલીગર આરોપીની મુખ્ય ઓપરેડી બંઘ ઘરના નકુચો તોડી ચોરી કરતા હતા અને ઘરફોડ ચોરીનો સમય ગાળો રાત્રે ત્રણ વાગ્યાર્થી પાંચ વાગ્યા સુધી રાખતા હતા અને આવી ચોરીનો સમય ગાળો શીયાળાની રૂતુમાં ચોરી કરતા હતા.