કોન બનેગા કરોડપતિમાં ૩.૨૦ લાખ જીત્યા જામનગરના ડો.સુરભી દવે

ભાવુક બનતા જ અમિતાભે આપ્યું પાણી અને રૂમાલ 

કોન બનેગા કરોડપતિમાં ૩.૨૦ લાખ જીત્યા જામનગરના ડો.સુરભી દવે

Mysamachar.in-જામનગર:

જનરલ નોલેજ માટે જાણીતો બનેલો ખ્યાતનામ ટીવી શો કોન બનેગા કરોડપતિમાં મહાનાયક અમિતાભ બચ્ચન સામે બેસવા કેટલાય સ્પર્ધકો આતુર હોય છે, ત્યારે જામનગરના જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં લેક્ચરર તરીકે ફરજ બજાવતા ડો.સુરભીબેન દવે પણ કોન બનેગા કરોડપતિના ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ બાદ તેવો અમિતાભ બચ્ચન સાથે કોન બનેગા કરોડપતિના સ્પર્ધક બન્યા છે, જે જામનગર માટે ગૌરવની વાત છે. ડો.સુરભી દવે જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં લેક્ચરર હોવા સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સેનેટ મેમ્બર પણ છે, તો ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના પૂર્વ સભ્ય પણ રહી ચુક્યા છે, ત્યારે આજે પ્રસારિત થયેલા શો માં જામનગરના ડો.સુરભીબેન જોવા મળ્યા હતા,

ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં સુરભીબેન સૌથી પહેલો જવાબ આપતા તેવોને અમિતાભ બચ્ચન સાથે આગળની રમત રમ્યા હતા, સુરભીબેન ફાસ્ટેટ ફિંગર ફર્સ્ટમાં સિલેક્ટ થઇ જતા તેવો ભારે ભાવુક બની ગયા હતા, અને  અમિતાભએ કહ્યું હવે રડવાનું બંધ કરો અમિતાભે તેવોને રૂમાલ અને પાણી પણ આપ્યું હતું જે બાદ આગળની ગેમ શરુ થઇ હતી, ખેલના અંતે જામનગર ડો.સુરભીબેન દવેએ ૩.૨૦ લાખ જીતીને જામનગર અને શિક્ષણજગતના ગૌરવમાં વધારો કર્યો છે.