Mysamachar.in-જામનગર:
જામનગર ઉતર વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી હકુભા જાડેજાના ભાઈ રાજભા જાડેજા પર આજે ખંભાળિયા નજીક એક ખાનગી કંપની પાસે કેટલાક શખ્સો દ્વારા રાજભા જાડેજા દ્વારા જે પેટા કોન્ટ્રાકટમાં કામ કરવામાં આવી રહ્યું છે તે કામ ના કરવા બાબતને લઈને કેટલાક સ્થાનિક શખ્સો દ્વારા હિચકારો હુમલો કરતા રાજભા જાડેજાને માથાને ભાગે ઈજાઓ પહોચતા જામનગરની ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.જ્યાં તેની તબિયત સારી હોવાનું જાણવા મળે છે. મળતી વિગતો મુજબ સામા પક્ષે પણ બે થી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જો કે સુત્રોના હવાલેથી મળેલ આ પ્રાથમીક માહિતી છે પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ સમગ્ર મામલો સ્પષ્ટ થશે.બનાવની જાણ થતા હકુભા જાડેજાના સમર્થકો ટેકેદારો અને આગેવાનો પણ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.