Mysamachar.in-જામનગર
જામનગર શહેરના રણજિતનગર વિસ્તારમાં આજે ડીમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, હાઉસિંગ બોર્ડની જગ્યા ગેરકાયદે કોમર્શિયલ બાંધકામ પર આજે ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી જેમાં ચાર જેટલી દુકાનોનો સમાવેશ થાય છે. ડીમોલીશન વેળાએ હાઉસિંગ બોર્ડના ભાડુઆત અને સ્ટાફ અને પોલીસ સાથે ગરમાગરમી થઇ હતી. વાતાવરન તંગ બનતા પોલીસ દ્વારા ચાર લોકોની અટકાયત કરવામાં આવી હતી. જો કે આ પહેલું નથી જામનગર શહેરમાં મોટાભાગની હાઉસિંગ બોર્ડની જગ્યાઓ પર ગેરકાયદેસર બાંધકામનો ખડકલો છે જેની સામે તંત્ર કોઈ કાર્યવાહી નથી કરી શકતું તે પણ હકીકત છે.