Mysamachar.in-જામનગર
જામનગરમાં કુખ્યાત ભૂમાફિયા તરીકેની છાપ ધરાવતા જયેશ પટેલની ગેંગને ખત્મ કરવા પોલીસે ગેંગ ફરતે ગાળિયો મજબુત કરવા માટે ગુજસીટોકનું શસ્ત્ર અજમાવ્યું હતું, અને જયેશ પટેલ ગેંગના સાગરીતોને રાજ્યની અલગ-અલગ જેલોમાં હવા ખાવા મજબુર કરી દીધા છે, ત્યારે આ કેસની ઝીણવટભરી તપાસ બાદ વિવિધ કડીઓ મેળવી અને આરોપીઓ સુધી પહોચતી એસ.પી.દીપન ભદ્રનની માર્ગદર્શનવાળી ટીમે જયેશ પટેલ ગેન્ગના વધુ એક સાગરીતને આજે ઉપાડી લીધો છે.
જાણવા મળતી વિગતો મુજબ જયેશ પટેલના મેહતાજી તરીકેનું કામ કરતા અનીલ ડાંગરિયાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જો અનીલ ડાંગરિયાના રોલની વાત કરવામાં આવે તો અનીલ જયેશ પટેલને ખંડણી દ્વારા મળતા પૈસાની દેખરેખ અને તેની પ્રોપર્ટીની ઇન્વેસ્ટમેન્ટ સહિતનું અને લગત સગેવગે કરવાનું કામ કરતો હતો.અનીલનો રોલ ટુકમાં એવો છે કે ક્રાઈમ સિન્ડીકેટમાં રહેલાઓની મિલકત એકઠી કરવી અને તેનો ઉપયોગ કરવાનો હોવાનું એટલે કે અનીલ ડાંગરિયાનો રોલ ગુજસીટોકની સેક્શન 4 મુજબનો હોય તેની આજે એસ.પી.દીપન ભદ્રનના માર્ગદર્શન હેઠળ ધરપકડ થયા બાદ એ.એસ.પી.નીતીશ પાંડે દ્વારા પૂછપરછ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.આ મામલે આગામી સમયમાં પુછપરછ બાદ વધુ ખુલાસાઓ થઇ શકે છે.