જામનગરના ADC કેલૈયાની એકાએક બદલી!!

રાજ્યના 33 ADCની સામુહિક બદલી

જામનગરના ADC  કેલૈયાની એકાએક બદલી!!

mysamachar.in-જામનગર:

જામનગર ના ADC તરીકે આશરે દોઢક વર્ષ પહેલા આવેલા H.R.કેલૈયાની એકાએક સુરત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર તરીકે બદલી કરવામાં આવેલી છે અને જામનગરના નવા ADC તરીકે અમદાવાદથી આર.વી.સરવૈયા ને મુકવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે સરવૈયા અગાઉ જામનગર ખાતે ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. 

જયારે જામનગર જિલ્લા ગ્રામ  વિકાસ એજન્સીની ખાલી રહેલ જગ્યા પર ડાયરેકટર તરીકે નર્મદા(વડોદરા) થી કે.એમ.જાની ને મુકવામાં આવેલા છે,આમ જામનગર સહીત રાજ્યના 33 ADCની સામુહિક બદલીના ઓર્ડર ગતરાત્રીના રાજ્યસરકાર દ્વારા કરવામાં આવેલા છે.