Mysamachar.in-જામનગર
જામનગર શહેરના નુરી ચોકડી નજીક આજે સવારના સમયે એક અકસ્માતની ઘટના સામે આવી છે, જે ઘટનામાં ત્રણ વ્હીલ વાળી એકટીવા ચાલક દિવ્યાંગ જઈ રહ્યા હતા ત્યારે એક સ્વીફ્ટ કારચાલકે આ બાઈક ચાલકને અડફેટે લેતા તે નીચે પડી જાય છે, અને આસપાસથી લોકો આવી તેને તરત જ ઉભા કરે છે, જો કે જે રીતે પ્રાથમિક માહિતી મળી રહી છે તે મુજબ બાઈકચાલકને અકસ્માતમાં સામન્ય ઈજાઓ પહોંચી છે.