Mysamachar.in-જામનગર
ગુજરાત રાજ્યમાં પોલીસ સ્ટાફના ગ્રેડ પે વધારવાની માંગણી કરતુ આંશીક આંદોલન ચાલુ હોય જે આંદોલનમા ઉશકેરણી કરતા ઇસમો વીરૂધ્ધ ગુન્હો જામનગર સીટી “બી” ડીવીઝન પોલીસે ગુન્હો દાખલ કર્યો છે, પોલીસે જાહેર કરેલ યાદી મુજબ ગુજરાત રાજ્યમાં પોલીસ સ્ટાફના ગ્રેડ-પે અને ભથ્થા વધરવાની માંગણી કરતુ રાજ્યનાં અલગ-અલગ જીલ્લામાં આંદોલન ચાલુ હોય તે દરમ્યાન જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે અંદર રસ્તા ઉપર પોલીસ લાઇનની અંદર પોલીસ તથા પોલીસના પરીવારજનો સરકારની નીતીઓ સામે શાંતીપુર્વક વિરોધ પ્રદર્શન કરી રહેલ હતા તે દરમ્યાન આમ આદમી પાર્ટીના માણસો જેમાં આશિષ કંટારીયા, દીલીપ આહીર, મયુર આહીર, ભાવેશ તેમજ અન્ય ઇસમો ઉપરોક્ત ચાલી રહેલ વિરોધ પ્રદર્શન કરતા પોલીસ કર્મચારી તથા તેમના પરીવારજનોને આંદોલન બાબતે ગંભીર ઉશ્કેરણી કરી આંદોલનને ઉગ્ર બનાવવા ઉશ્કેરણી કરી ગંભીર પ્રકારનો ગુન્હો કરેલ હોય જણાવેલ ઇસમો તથા અન્ય અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે, ફરીયાદમાં લખેલ અન્ય અજાણ્યા ઇસમોમાં ઘણા ખરા નામો ખુલવાની શક્યતા છે.