Mysamachar.in-જામનગર
જામનગરમાં સામાન્ય પણ એક ચોકાવનારી કહી શકાય તેવી ઘટના સામે આવી છે, જેમાં ગુલાબનગર ફુલીયા હનુમાનજી મંદિર નજીક વસવાટ કરતા રામજીભાઈ નારણભાઈ નકુમ નામના 75 વર્ષીય નિવૃત વૃદ્ધ પોતાના ઘરે હતા ત્યારે કોઈ અજાણ્યો શખ્સ જેને હેલ્મેટ પહેરેલ હતું તે શખ્સ રામજીભાઈના ઘરની વંડી ટપી અને અંદર ઘુસી ગયો હતો, હેલ્મેટ પહેરીને ઘરમાં ઘુસી આવેલ શખ્સે રામજીભાઈએ ગાળામાં પહેરલ સોનાનો ચેઈન જેની અંદાજે કીમત 60,000 થાય છે તે લઈને ફરાર થઇ જતા સીટી બી ડીવીઝન પોલીસે આ મતલબની ફરિયાદ લઇ તપાસ હાથ ધરી છે.