જામનગર:આ મેટરનીટી હોસ્પિટલમાં નિયમવિરુદ્ધ થતું હતું ગર્ભપરીક્ષણ....

સોનોગ્રાફી મશીન સીલ કરે તે પૂર્વે જ ડો હિરેન કણજારીયા હોસ્પિટલ ને તાળા મારી રવાના થઇ જતા આરોગ્યઅધિકારી એ ડો.કણજારીયા ની શિવમ મેટરનીટી હોસ્પિટલ ને સીલ કરી દીધી છે

Mysamachar.in-જામનગર
સ્ત્રી અને પુરુષ બાળકોનું પ્રમાણ જળવાઈ રહે તે માટે સુપ્રિમકોર્ટ દ્વારા પીસીપીએનડીટી એકટ અમલી કરેલ છે...જે એકટ અંતર્ગત તબીબ દ્વારા થતી સોનોગ્રાફી દરમિયાન પુરુષ અને સ્ત્રી બાળકની જાતિ દર્શાવવાની મનાઈ છે..અને જયારે મહિલાને સર્ગભા અવસ્થા દરમિયાન સોનોગ્રાફી કરવામાં આવે ત્યારે ફોર્મ એફ ભરવું ફરજીયાત છે...

પીસીપીએનડીટી એકટની કડક અમલવારી રાજ્યમાં થઇ રહી છે..તે વચ્ચે પણ અમુક તબીબો એક્ટથી વિરુદ્ધ સોનોગ્રાફી કરતાં હોવાનું સમયાંતરે આરોગ્યવિભાગ દ્વારા કરવામાં આવતી તપાસોમાં સામે આવે છે..જે અંતર્ગત આજે જામનગર મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી જે.જે.પંડ્યા દ્વારા ગુલાબનગર નજીક આવેલ શિવમ મેટરનીટી હોસ્પિટલ જે ડોક્ટર હિરેન કણજારીયા ની છે ત્યાં આરોગ્યવિભાગ દ્વારા બે સર્ગભા મહિલાઓને સોનોગ્રાફી અર્થે મોકલવામાં આવી ત્યારે તબીબ દ્વારા સર્ગભા મહિલાઓની સોનોગ્રાફી કરવા માટે જરૂરી ફોર્મ એફ ભર્યા વિના અને તબીબ ની સહી વિના જ આ સોનોગ્રાફી કરવામાં આવતા આરોગ્ય વિભાગ આ મામલે હરકતમાં આવ્યું છે...

અને જીલ્લાઆરોગ્યઅધિકારી ની ટીમ હોસ્પિટલ પર પહોચી અને ગેરકાયદે સર્ગભા મહિલાની સોનોગ્રાફી મશીન સીલ કરે તે પૂર્વે જ ડો હિરેન કણજારીયા હોસ્પિટલ ને તાળા મારી રવાના થઇ જતા આરોગ્યઅધિકારી એ  ડો.કણજારીયા ની શિવમ મેટરનીટી હોસ્પિટલ ને સીલ કરી દીધી છે..અને આ અંગે તબીબ મળી આવ્યે સોનોગ્રાફી મશીન સીલ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે...અને જે બાદ આ મામલે ચોક્કસ તથ્યો સામે આવશે...