જામનગર:તાજીયાના ઝુલુસ દરમિયાન વીજશોક લાગતા 2 ના મોત, આ રીતે બની આખી ઘટના વાંચો

હોસ્પિટલ ખાતે લોકોના ટોળા, ઉચ્ચ અધિકારીઓ પણ દોડી ગયા 

જામનગર:તાજીયાના ઝુલુસ દરમિયાન વીજશોક લાગતા 2 ના મોત, આ રીતે બની આખી ઘટના વાંચો

Mysamachar.in-જામનગર:

જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં ગતરાત્રીના તાજિયાના ઝુલુસ કાઢવામાં આવી રહ્યા હતા ત્યારે તાજિયાના ઉપરના ભાગે જીવંત વીજવાયર અડકી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો,  આ દુર્ઘટનામાં 12  જેટલા યુવકોને વીજકરંટ લાગતા યુવકોને તુરંત જ જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન આસિફ યુનુસભાઈ મલેક (ઉ.વ. 23, રહે. ધરારનગર) અને મહંમદ વાહીદ (ઉ.વ. 25)નાં મોત થયા હતા.આ અંગે પોલીસ મથકે જાહેર થયેલ વિગતો પ્રમાણે...

મરણજનાર આસીફ યુનુસભાઈ મલેક ઉ.વ.23 તથા મહમદવાહીદ મજીબુલ્લા પઠાણ ઉ.વ.25 વાળા મુસ્લીમ સમાજના મોહરમ તહેવાર નીમીતે ટેકરી વિસ્તારમા ગુલામ-એ-અલી-અસગરી કમિટી દ્વારા તાજીયાની કાંધીયા પાર્ટીના સભ્યોના પગનો વજન ગટરની પાપડી પર કાંધીયા પાર્ટીના માણસોનો પગ તેના પર વજન આવતા પાપડી તૂટી જે દરમ્યાન તાજીયાની ઉચી કરવા માટેની લાકડી વરસાદી વાતાવરણ હોવાના કારણે બાજુની ગટરમા તાજીયો ઉપાડવાવાળાનો પગ પડી જતા લાકડી અને તાજીયો નમી જવાથી ઇલેક્ટ્રીક તારને અડી જવાથી શોર્ટ સર્કીટ થવાના કારણે દુર્ઘટના બની હોવાનું જાહેર થયું છે.આમ તાજીયા સમયે જ આવી દુર્ઘટના સર્જાતા મુસ્લિમ સમાજમાં અને મૃતકના પરિવારોમાં શોકનો માહોલ છે.બનાવની જાણ થતા જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘટના કેવી રીતે બની તે સહિતની વિગતો મેળવી હતી.