જામજોધપુર ધારાસભ્ય ચિરાગ કાલરીયાનો કોરોના રીપોર્ટ પોજીટીવ

રાજકોટની ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ

જામજોધપુર ધારાસભ્ય ચિરાગ કાલરીયાનો કોરોના રીપોર્ટ પોજીટીવ
file image

Mysamachar.in-રાજકોટ:

રાજ્યમાં વધી રહેલા કોરોનાના સંક્રમણ વચ્ચે આજે એક સમાચાર રાજ્કોટથી સામે આવ્યા છે, તેમાં જામનગર જીલ્લાની જામજોધપુર વિધાનસભા બેઠકના કોંગી ધારાસભ્ય ચિરાગ કાલરિયાનો રીપોર્ટ પોજીટીવ આવ્યો છે, રીપોર્ટ પોજીટીવ આવતા ચિરાગ કાલરીયા ને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.આરોગ્ય વિભાગ કોન્ટેક હિસ્ટ્રી તપાસી તેની સાથે સંપર્કમાં રહેલ લોકોને કોરોન્ટીન કરવા કામગીરી હાથ ધરી છે.