જામજોધપુર:જલારામ મંદિર બાદ ગાયત્રી મંદિરમાં તસ્કરોએ ચોરીને આપ્યો અંજામ

જામજોધપુર ટાઉનમાં વધી રહેલ ચોરીની ઘટનાઓ સંદર્ભે પોલીસ શું કરી રહી છે.?

જામજોધપુર:જલારામ મંદિર બાદ ગાયત્રી મંદિરમાં તસ્કરોએ ચોરીને આપ્યો અંજામ

Mysamachar.in-જામનગર

જામનગર જીલ્લાના જામજોધપુરમાં મંદિરોને નિશાન બનાવતી તસ્કર ટોળકી સક્રિય થઇ હોય તેમ લાગી રહ્યું છે, થોડા દિવસો પૂર્વે જલારામ મંદિર સહિતના બે સ્થળોને તસ્કરો નિશાન બનાવ્યાની ઘટનામાં હજુ તસ્કરો પોલીસને હાથ નથી લાગ્યા ત્યાં જ વધુ એક વખત ટાઉનમાં આવેલ અન્ય એક મંદિરને તસ્કરોએ નિશાન બનાવતા જામજોધપુર પોલીસની કામગીરી સામે પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે,

જામજોધપુર પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ ગાયત્રી નગરમાં આવેલ ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી માતાજીના મંદિરમાં રાત્રીના સમયે મંદીરની કંમ્પાઉન્ડની દીવાલ ટપીને અંદર પ્રવેશ કરી લોખંડની ગ્રીલનુ તાળુ કોઇ સાધન વડે તોડી મંદીરમાં રહેલ દાનપેટીનો લોક કોઇ ઓજાર વડે બળપ્રયોગ કરી ખોલી નાખી દાનપેટીમા લોકોએ દાનમા નાખેલ આશરે રૂ. 500તથા આ ત્રણેય માતાજીની મુર્તીઓમા પહેરાવેલ ખોટા પીળી ધાતુના ત્રણ હાર કી.રૂ. 4500 તથા ત્રણેય મુર્તીઓ પર પહેરાવેલ સોનાની કુલ 6 ગ્રામની સર સહીતની ત્રણ નથળીઓ જેની કી.રૂ. 20,000 તથા કૃષ્ણ ભગવાનની બાળ સ્વરૂપની પીતળના ધાતુની મુર્તી જેની આશરે 500 એમ મળી કુલ કી.રૂ.25,500 રૂપીયાની કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઈ નાશી ગયાની ફરિયાદ નોંધાઈ છે.