Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લાનો જામજોધપુર પંથક ખાસ તો શ્રાવણી જુગારને લઈને જાણીતો છે, એવામાં ગઈકાલે જામજોધપુર પોલીસે તાલુકા પંચાયતની પાછળ આંબલી ફળિયામાં જુગાર રમતા નયન ભાવીન જાદવ જાતે રહે.બેરીસ્ટર ચોક, રાબળીયા ફળી, જામજોધપુર, જયેશભાઇ ઉર્ફે મુનો જમનાદાસભાઇ ગોડલીયા ધંધો.વકીલાત રહે. બાળમંદીરપાછળ, જામજોધપુર, રાજેશ ઉર્ફે રઘો ગીરધરભાઇ કાંજીયા રહે. સાકડી બજાર, આઝાદચોક પાસે, જામજોધપુર અને અમીત ભગવાનજી વરાણીયા રહે.ગંજીવાડો, તાલુકા શાળાનં 3ની સામે જામજોધપુર જાહેરનામાનો ભંગ કરી ગંજીપતના પાના પૈસા વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી રેઈડ દરમ્યાન કુલ રોકડા રૂ. 3510 સાથે મળી આવતા આરોપીઓને સી.આર.પી.સી. કલમ 41 એ (1) મુજબની નોટીસ આપી મુક્ત કરવામાં આવેલ હોવાનું પોલીસ ચોપડે જાહેર થયું છે. આ દરોડા દરમિયાન આશ્ચર્યની વાતએ રહી ઝડપાયેલ 4 પૈકી એકપણ પાસે મોબાઈલ કે વાહન નહોતું અને હતું પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યું કે નહિ તેનો રીપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.