જામનગર જીલ્લા પંચાયતના શાશકપક્ષમાં કેવો છે આંતરિક વિખવાદ...

 કોંગ્રેસમાં જ  ફાટફૂટ

જામનગર જીલ્લા પંચાયતના  શાશકપક્ષમાં કેવો છે આંતરિક વિખવાદ...

mysamachar.in-જામનગર:

જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આજે વિવિધ સમિતિમાં નિમણુક મામલે કોંગ્રેસમાં જ આંતરિક ડખો થતા સભામાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો અને બે મહત્વની સમિતિની નિમણુક અંગે કોંગ્રેસના જ બે જૂથ સામે આવી જતા કોંગ્રેસ પક્ષની બહુમતી હોવા છતાં પણ સામાન્ય સભા મુલત્વી રાખવી પડી તે બાબત જ ગંભીર છે...

રાજકોટ જિલ્લા પંચાયતમાં શાસન ટકાવી રાખવું કોંગ્રેસ માટે પડકાર જેવું છે ત્યાંજ જામનગર જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે થોડા દિવસો પૂર્વે જામનગર સર્કિટહાઉસ ખાતે  કોંગ્રેસના નિરીક્ષકો આવ્યા હતા અને જિલ્લા પંચાયતની વિવિધ સમિતિની રચના મામલે સેન્સની પ્રક્રિયા હાથ ધરીને સ્થાનિક કોંગ્રેસના આગેવાનો,ધારાસભ્યો,સદસ્યો વગેરેને સાંભળ્યા હતા અને નામોની યાદી તૈયાર કરી અને સાથે લઇ ગયા હતા...દરમ્યાન આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી...જેમાં ખાસ કરીને જિલ્લા પંચાયતની મહત્વની ગણાતી બાંધકામ સમિતિ અને કારોબારી સમિતિની રચના અંગે નિર્ણય લેવાનો હતો પરંતુ સભા શરૂ થાય એ પહેલા જ કોંગ્રેસના બે જૂથ સામસામા આવી ગયા હતા અને કારોબારી તેમજ બાંધકામ સમિતિમાં ઉપરથી જ બે નામો નક્કી થઈને આવેલા હોય જેનો કોંગ્રેસના એક જૂથ દ્વારા ભારે શોરબકોર કરીને સખત વિરોધ કરવામાં આવ્યો હતો અને સભા ચાલુ થાય તે પહેલા જ કોંગ્રેસના બે જૂથો વચ્ચે સમિતિની નિમણુંક મામલે ડખો થતા સામાન્ય સભા સમિતિની નિમણુક વગર જ મુલત્વી રાખવાની ફરજ પડી હતી..

આમ જામનગર જિલ્લા પંચાયતમાં મહિલા પ્રમુખની  પ્રથમ જ સામાન્ય સભા સમયે કોંગ્રેસના જ બે જૂથો વચ્ચે અતિમહત્વની ગણાતી બાંધકામ અને કારોબારી સમિતિની નિમણુંક ને લઈને  કોંગ્રેસમાં જ  ફાટફૂટ સામે આવી છે ત્યારે હજુ અન્ય સમિતિની પણ નિમણુક પણ બાકી હોય જિલ્લા પંચાયત કોંગ્રેસનો સંઘ દ્વારકા પહોંચશે કે કેમ તે પણ સવાલો ઉઠી રહ્યા છે..

DDO ને મીડિયા થી એવી તે શું નફરત છે...
આજે જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી જે રીતે શિરસ્તો ચાલ્યો આવે છે તેમ આજે પણ મીડિયાકર્મીઓ સામાન્ય સભાનું કવરેજ કરવા માટે પહોંચ્યા હતા પણ શરતોને આધીન જેવા ડીડીઓના વલણ ને કારણે મિડીયાકર્મીઓમાં રોષ જોવા મળી રહ્યો છે સાથે એવો પણ ગણગણાટ ઉઠ્યો છે કે ડીડીઓને મીડિયાથી એવી તે શું નફરત છે કે સામાન્ય સભામાં પ્રવેશ આપવા સામે વાંધો હોય?? તો સામે શાસક પક્ષના હોદેદારો આ મામલે  મૂંગા રહેવામાં જ પોતાનું હિત માની રહ્યા હોય તેમ લાગે છે..