જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બંધની કેવી છે અસરો...

બે જીલ્લાના બંધનો ઘટનાક્રમ VIDEO મા

mysamachar.in-જામનગર,દેવભૂમિ દ્વારકા 

દેશભરમાં સતત વધી રહેલી મોંઘવારી,શિક્ષિત બેરોજગારો,અને રાફેલ ગોટાળાઓ સહિતના મુદાઓને પગલે જુદી જુદી ૨૦ પાર્ટીઓના સમર્થન સાથે આજે દેશભરમાં કોંગ્રેસ દ્વારા ભારત બંધ નું એલાન આપવામાં આવ્યું છે,એલાનને પગલે જામનગર જીલ્લાની વાત કરવામાં આવે તો જામનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોની શાળાઓ અને કોલેજો (મોટાભાગની) બંધ રહી હતી,અને જે શાળાઓ અને કોલેજો ચાલુ હતા ત્યાં એનએસયુઆઇ અને યુથકોંગ્રેસના કાર્યકરો એ જઈ અને શાળાઓ બંધ કરાવી હતી,

તો જામનગર શહેરમા બંધ ની વાત કરવામાં આવે તો જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ ગીરીશ અમેથીયા સહિતના કાર્યકરો ટાઉનહોલ નજીક બંધ કરાવવા માટે નીકળે તે પૂર્વે  જ બંદોબસ્ત મા રહેલ પોલીસે ગીરીશ અમેથીયા સહિતના પાંચ જેટલા કોંગી કાર્યકરો ને ડીટેઈન કર્યા હતા,

તો શહેરમા આ લખાઈ છે ત્યાં સુધી એટલે કે ૧૨:૩૦ વાગ્યા સુધીમાં શહેરમા બંધની આંશિક અસરો જોવા મળી છે,અને મોટાભાગની બજારો અને વેપારધંધાઓ રાબેતામુજબ ચાલુ જોવા મળ્યા હતા,જી.જી.હોસ્પિટલ નજીક બંધ કરાવવા નીકળેલ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયા,બીપેન્દ્ર્સિંહ જાડેજા અસ્લમ ખીલજી સહીત ૧૦ કાર્યકરોની ડીટેઈન કરવામાં આવ્યા છે,

જો જીલ્લાની વાત કરવામાં આવે તો કાલાવડમાં રાબેતા મુજબ,જયારે જામજોધપુર અને લાલપુર રાબેતા મુજબ ધમધમી રહ્યા છે,અને બને તાલુકાઓમાં શૈક્ષણિક કાર્ય પણ રાબેતામુજબ છે,તો ધ્રોલ અને જોડીયામાં પણ બંધને કોઈ ખાસ પ્રતિસાદ મળ્યો હોય તેવું સ્થિતિ પરથી લાગતું નથી,સામાન્ય રીતે જે સ્થળો પર કોંગીના આગેવાનો બંધ કરાવવા માટે જતા હતા ત્યાં થોડીવાર પૂરતું બંધ જોવા મળતું હતું બાકી સ્થિતિ યથાવત થઇ જતી હતી,

તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં સ્થિતિ રાબેતામુજબ જ જોવા મળી હતી અને બંધની  કોઈ અસર દેખાતી નહોતી,જીલ્લાના મુખ્યમથક ખંભાળીયા,કલ્યાણપુર,દ્વારકા અને ભાણવડ મા મોટાભાગનું રોજિંદુ કાર્ય યથાવત હોવાના અહેવાલો અત્યારસુધીમાં મળી રહ્યા છે,પણ ભાણવડ મા કોંગી કાર્યકરો બજારો બંધ કરાવવા નીકળતા થોડીવાર પૂરતું બંધ રહ્યા બાદ ત્યાં પણ સ્થિતિ યથાવત રહી હતી,

આમ કોંગ્રેસ સહિતના વિપક્ષો દ્વારા આપવામા આવેલ બંધની અસર માત્ર જામનગર શહેર ની શાળા કોલેજો પુરતી સીમિત રહી,શહેરમા આંશિક અને જિલ્લામાં નહીવત જેવું,અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બંધ સંપૂર્ણ નિષ્ફળ જોવા મળ્યું હતું,

ઉપરના વિડીયોમાં બંધનો ઘટનાક્રમ જોવા વિડીયો પર ક્લીક કરો