જેલમાં નીખીલ દોંગા સહિતને જલસા કરાવનાર જેલર સામે ગુજસીટોકનો ગુન્હો દાખલ

જેલ ઝડતી સ્કવોડની તપાસમાં સામે આવ્યું હતું.

જેલમાં નીખીલ દોંગા સહિતને જલસા કરાવનાર જેલર સામે ગુજસીટોકનો ગુન્હો દાખલ

Mysamachar.in-રાજકોટ

જેલમાં જલસા...હા જેલમાં જેલર જ કેદીઓને જલસા કરાવે તો..રાજકોટ જિલ્લાના ગોંડલ સબ જેલના જેલર ડી.કે.પરમારે નીખીલ દોંગાની ગેંગને જેલમાં સવલતો પૂરી પાડવા અંગે પોલીસે ઝડપી પાડ્યા બાદ તેના  વિરુધ્ધ GUJCTOC હેઠળ ફરિયાદ નોંધાઇ છે. ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર આવેલ સબજેલના જેલર ડી કે પરમાર દ્વારા કેદીઓ પાસેથી આર્થિક લાભ મેળવી જેલને જલસા જેલ બનાવી આપવામાં આવી હોવાની સામે આવતા નિખિલ દોંગા ગેંગ સામે ગુજસીટોક દાખલ કરવામાં આવી હતી જે બાદ જેલર ડી.કે.પરમાર નું નામ પણ ખુલતા ધરપકડ કરી વધુ રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કરાયા હતા, જે પૂછપરછ દરમિયાન જેલરની મુખ્ય ભૂમિકા સામે આવતા આજે પોલીસે જેલર સામે પણ GUJCTOC હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે.