Mysamachar.in-જામનગર:
જામનગર શહેરના જોગસપાર્ક નજીક આવેલ શાકભાજીની દુકાન પાસેથી બે દિવસ પૂર્વે એકટીવાની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં જામનગર સ્થાનિક ગુન્હા શોધક શાખાએ એક શખ્સને ઝડપી પાડ્યો છે.જીજે ૧૦ સીએસ 9886 નંબરની મોટરસાયકલ ચોરીની ફરિયાદ ફરિયાદી જયેશભાઈએ સીટી બી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે એલસીબીએ તપાસ હાથ ધરી હતી. જે બાદ એલસીબીએ ગુલાબનગર વિસ્તારમાં રહેતા મૂળ તાલાલાના આરોપી નરેશ પરમારને પકડી પાડ્યો હતો. પોલીએ આ શખ્સના કબ્જામાંથી એક્સેસ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૂળ ગીરસોમનાથ જીલ્લાનો તાલાલાનો આરોપી થોડા વર્ષોથી ગુલાબનગર વિસ્તારમાં રહી મજુરી કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલેખનીય છે કે અગાઉ આ શખ્સે એક બાઈક ચોરી કરી હતી. અને કાયદાકીય કાર્યવાહી બાદ જેલ હવાલે થયા બાદ હમણાં જ તેમને પેરોલ મળ્યા હતા પરંતુ પેરોલ મળતા જ આરોપીએ ફરી એક બાઈકની ચોરી કરી હોવાનું જામનગર એલસીબીની તપાસમાં પુરવાર થતા એલસીબીએ આ શખ્સને ઝડપી પાડ્યો છે.