જામ્યુકોની લેબર શાખા કે "લબાડ"શાખા

જંગી ફી અને સમય શક્તિના વેડફાટ બાદ પણ...

જામ્યુકોની લેબર શાખા કે "લબાડ"શાખા

Mysamachar.in-જામનગર:

જામનગર મહાપાલિકામા પ્રજાના નાણા ખર્ચવા માટે દલા તરવાડી જેવો ઘાટ છે,તે હવે પ્રજાજનો ધીમે ધીમે જાણવા માંડ્યા છે કેમ કે કોઇપણ બ્રાંચમા પ્રજાલક્ષી ન્યાયી ખર્ચના બદલે "અન્ય" "ચોક્કસ" પહેલેથી આયોજન કરવામા આવે છે,જે માટે "ચોક્કસ" "સીસ્ટમ" કામ કરે છે,તેવુ જ લેબર શાખામા થાય છે,જ્યા લીગલ એટલે કે કાનુની બાબતો માટે કામ થાય છે...જેમા કોર્પોરેશનની સામે કોઇ કેસ થાય તો આ શાખાએ કોર્પોરેશન વતી વકીલ રોકી તેને સમગ્ર મેટરમા કોર્પોરેશનનો પક્ષ મજબુત રહે તે માટે જહેમત ઉઠાવવાની થાય છે...જેથી કોર્પોરેશનની તરફેણમા ચુકાદો આવે તેમજ બિનજરૂરી નાણા સમય કે શક્તિ નો વેડફાટ ન થાય,

પરંતુ ઓડીટ રિપોર્ટની નોંધ ઉપરથી લેબર શાખાનુ ઉલટુ ચિત્ર ઉપસે છે જે નોંધ સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ મુકવામા આવતા કમીટીએ ઠરાવ કર્યો કે લેબર શાખા અંગે ઓડીટ અહેવાલની વિગતમા કોર્ટ કેસ અંગે આકડાકીય માહિતિ રજુ થઇ છે,તેમા એક તો વિગત પુરી રજુ થઇ નથી બીજુ કોર્પોરેશનની વિરૂદ્ધમા ચુકાદા વધુ આવે છે તે યોગ્ય પુરાવા રજુ ન કરવાથી આવ્યા છે કે શુ? ઉપરાંત અપીલ (જો ચુકાદો વિરૂદ્ધમા આવે તોકોર્પો. ના હિતમાટે ઉપલી કોર્ટમા જઇ કોર્પોરેશનના ના હિતમા ન્યાય મેળવવા ઠોસ કાર્યવાહી કરવી તે) મુદે કોઇ સ્પષ્ટતા નથી, આમ એક તો જંગી વકીલ ફી ચુકવાય છે,પરંતુ લેબર શાખા ખાસ કંઇ જહેમત લઇ વકીલોને પુરતી તૈયારી કરાવવા ચોક્સાઇ નથી રાખતી હા તેમની ફી ચુકવવા ચોકસાઇ રાખે છે,અને દર વખતે કમીટીમા જાણ ના ખર્ચમા જંગી વકીલ ફી ખર્ચ થયાનુ દર્શાવાય છે,જેથી અમુક જાણકારો લેબર શાખાને લબાડ શાખાના નામથી નવાજે છે.

-અમુક આસામીઓને સામેથી કોર્ટમા જવા પ્રેરિત કરાય છે.
કોર્પોરેશન સામે કોઇ જંગી દબાણ,ખુબમોટી રકમના વેરા ડીસ્પ્યુટ, ટેન્ડરની શરતો,ડીપોઝીટ વગેરે જેવા અનેક મુદે કોર્પોરેશનના ચબરાકો સામેથી કોર્ટમા જવા અને લીગલ મેટર બનાવવા કોર્પોરેશનના નહિ આસામીના હિતમા સલાહ આપે છે,જેથી લાંબો સમય મેટર સબજ્યુડીસ રહે તેમા વળી લેબર શાખા દ્વારા નિષ્ક્રીયતાનો પુરતો સપોર્ટ મળે છે,માટે એવા  આસામી માટે સોનામા સુગંધ ભળે છે,આ બાબતે કેસવાર અનેક સ્ફોટક વિગતો જેમા  અમુક બ્રાંચો અને તેના જવાબદારો તેમજ અમુક કંટ્રોલ કરનારની સાંઠગાંઠ અંગે છડેચોક ચર્ચા થાય છે જેની વિગતો પણ જાહેર કરવામા આવતી નથી.