વિદેશી દારૂની ફ્લેવર તથા સ્પિરિટ મિક્સ કરી બ્રાન્ડેડ દારૂની બોટલોમાં ભરી તેનું વેચાણ કરાઈ રહ્યું હતું...

સ્થળ પરથી નાની મોટી કાચની ખાલી બોટલો, ઢાંકણા, પ્લાસ્ટિકના સીલ,

વિદેશી દારૂની ફ્લેવર તથા સ્પિરિટ મિક્સ કરી બ્રાન્ડેડ દારૂની બોટલોમાં ભરી તેનું વેચાણ કરાઈ રહ્યું હતું...
symbolic image

Mysamachar.in-વડોદરા

ગુજરાતમાં દારૂબંધી વચ્ચે કેટલીય વખત વિદેશી દારુ ઝડપાઈ જાય છે, તો કેટલીય વખત  નકલી વિદેશી દારુના કૌભાંડના પણ પર્દાફાશ થાય છે, વડોદરામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સીટી પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે, નિલેશ ઉર્ફે ગપુડી કુતરાવાડી રોડ, મથુરનગર, વડોદરા પોતાના જૂના મકાનમાં વિદેશી દારૂની ફ્લેવર તથા સ્પિરિટ મિક્સ કરી બ્રાન્ડેડ દારૂની બોટલોમાં ભરી તેનું વેચાણ કરે છે. પોલીસે બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને દારૂ બનાવી રહેલા નિલેશને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. દરોડા દરમિયાન ઘટના સ્થળે નાની મોટી કાચની ખાલી બોટલો, ઢાંકણા, પ્લાસ્ટિકના સીલ, વિદેશી દારૂની ફ્લેવર વગેરે વસ્તુઓ મળી આવી હતી.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં નિલેશ ગુડ્ડુ મારવાડી નામના વ્યક્તિ પાસેથી આલ્કોહોલ મેળવી ફ્લેવર મિક્સ કર્યાં બાદ ખાલી દારૂની બોટલો ભંગારવાળા પાસેથી મેળવી આ મિશ્રણ બોટલોમાં ભરી બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલ તૈયાર કરતો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે દરોડા દરમિયાન રૂપિયા 50 હજારની કિંમતનું 250 લીટર આલ્કોહોલ, રૂપિયા 7340ની કિંમતની દારૂ બનાવવાની સાધન સામગ્રી રૂપિયા 5 હજારની કિંમતનો મોબાઇલ મળીને કુલ 62,340 રૂપિયાની મત્તા કબજે કરીને આરોપીની પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ કરી હતી.