કમિશ્નર સાહેબ રાઉન્ડમાં નીકળે સુચના આપે તો જ થાય...!?              

બાકી આપણે તો ક્યા કરવું છે..’

કમિશ્નર સાહેબ રાઉન્ડમાં નીકળે સુચના આપે તો જ થાય...!?              

Mysamachar.in:જામનગર 

જામનગર જિલ્લાને ચાર મુખ્ય અધિકારીઓ દોડતા મળ્યા છે, તેમાં પણ મહાનગરપાલિકાના કમિશ્નર પોતાની એ.સી.ચેમ્બર અને કારમાં ઓછો સમય વિતાવી સતત સાઈટ વિઝીટ, દરેક કામોનું જાત નિરીક્ષણ, સ્થળ પર જ જરૂરી સુચનાઓ આપતા રહે છે, જેને કારણે તંત્ર વેગવંતુ બન્યું છે.એવામાં આશ્ચર્ય ત્યારે થાય કે શું દરેક સુચનાઓ સાહેબ આપે તો જ કામગીરી કરવાની સુધારવાની...જામનગર મનપાના એક કર્મચારીએ મીડિયા ગ્રુપમાં મુક્યું કે કમિશનર સાહેબના  રાઉન્ડ દરમિયાન મળેલ સૂચના મુજબ વ્હોરા ના હજીરે સામે આવેલ રંગમતી નાગમતી પ્રિમોન્સૂન કામગ્રી પાણી ન અવરોધ થતા જંગલી બાવળ દૂર કરવા માટે JCB દ્વારા કામગીરી કરવામા આવેલ, પણ સારું છે સાહેબે કીધું ને કર્યું, આવું બીજા કોઈ સ્થળે ધ્યાને આવે તો પણ નૈતિક જવાબદારીઓ માનીને અધિકારીઓ કર્મચારીઓ કરાવે તો સાહેબને સુચના આપવાનો વારો જ ઓછો આવે.