રાત્રે 1 વાગ્યે પ્રેમિકાને ઘરે મોબાઈલ ચાર્જર આપવા ગયેલ પ્રેમી સાથે થયું એવું કે...

જો કે બાદમાં પ્રેમીએ પણ...

રાત્રે 1 વાગ્યે પ્રેમિકાને ઘરે મોબાઈલ ચાર્જર આપવા ગયેલ પ્રેમી સાથે થયું એવું કે...
symbolic image

Mysamachar.in-વલસાડ

કહેવાય છે ને પ્રેમ આંધળો હોય છે, પ્રેમમાં પાંગરેલા યુવાઓ દિવસ રાત જોયા વિના એકબીજા માટે બધું જ કરી છૂટવા માટે તૈયાર હોય છે, પણ વલસાડ જીલ્લામાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે, જેમાં પ્રેમિકાએ પ્રેમીને ઘરે મોબાઈલ ચાર્જર આપવા માટે બોલાવતા પ્રેમીને જવું મુશ્કેલ પડ્યું છે, અને પ્રેમિકાના પરિવારજનોએ પ્રેમીને ધોકાવી નાખતા હોસ્પિટલ ખસેડવાની નોબત આવી છે, જે બાદ યુવકે તેની પ્રેમિકાના પરિવારજનો સામે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વલસાડ જીલ્લાના ડુંગરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક યુવતીએ તેના પ્રેમી પાસેથી ચાર્જર મંગાવ્યું હતું. અને પ્રેમી સમય જોયા વગર રાત્રિના બાર વાગ્યા બાદ ચાર્જ લઈ પ્રેમિકાના ઘર પર પહોંચી ગયો. જે વાતની જાણ પ્રેમિકાના પરિવારજનોને થતા માટે કે યુવકને ઝડપી પાડ્યો હતો અને ઢોર માર માર્યો હતો. જેના કારણે હાલયુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડે છે. યુવક સાથે પ્રેમિકાના પરિવારજનોએ મારામારી કરતા પ્રેમી યુવક દ્વારા ડુંગરી પોલીસ સ્ટેશનમાં તેઓની સામે પોલીસ ફરિયાદ નોંધાવવી છે.