શું આ છે ઓનલાઈન શિક્ષણ.? શિક્ષિકા સ્નાન કરતી હોવાના ફોટા સંચાલકે ગ્રુપમાં મૂકી દીધા

જામનગર નજીકના ધુતારપુરની શ્રી સરસ્વતી વિદ્યામંદિરના મહીલા શિક્ષક અને...

શું આ છે ઓનલાઈન શિક્ષણ.? શિક્ષિકા સ્નાન કરતી હોવાના ફોટા સંચાલકે ગ્રુપમાં મૂકી દીધા

Mysamachar.in-જામનગર

આપને ત્યાં શાળાને મંદિર કહેવામાં આવે છે, અને દરેક વાલી શિક્ષકોને આદર આપે છે અને તેને ગુરુ ગણે છે, પણ જામનગર નજીકના ધુતારપુર ગામે શિક્ષણ જગતને કલંક લગાવનારી ઘટના સામે આવી છે, અત્યારે ઓનલાઈન એજ્યુકેશનની વાતો જોરશોરથી ચાલી રહી છે, અને બાળકો ઓનલાઈન ક્લાસ ભણે તે માટે શાળાઓ દ્વારા મજબુર કરવામાં આવી રહ્યા છે, પણ આ શાળાના શિક્ષક અને સંચાલક વચ્ચેની ઓનલાઈન વિડીયો કોલિંગની બીભત્સ તસ્વીરો જામનગરના શિક્ષણ જગતમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બની છે, અને શું આ ઓનલાઈન શિક્ષણ છે તેવી મજાક પણ થઇ રહી છે.

જામનગર નજીક ધુતારપર ગામે આવેલ એક ખાનગી શાળાના સંચાલકે પોતાની જ શાળામાં ફરજ બજાવતી એક શિક્ષિકાના વિડીઓ કોલ કરેલ શિક્ષિકાના સ્નાન સમયના નગ્ન ફોટા વાયરલ કરતા ચકચાર મચી ગઈ છે. શાળા સંચાલકે વિડીયો કોલિંગ બાદ પોતે જ આ ફોટા શિક્ષકોના વોટ્સએપ ગ્રુપમાં મૂકી અને ગ્રુપમાંથી લેફ્ટ થઇ ગયા છે. જે રીતે વિગતો મળી રહી છે તે પ્રમાણે  જામનગર નજીક ધુતારપર ગામે શ્રી સરસ્વતી વિદ્યા મંદિર નામથી શાળા ચલાવતા ભરત મોલીયા નામના સંચાલકે ગતરાત્રીના પોતાના જ નંબર પરથી તાલુકા શાળાના શિક્ષકોના ગ્રુપમાં તેની જ શાળામાં ફરજ બજાવે છે તે એક શિક્ષિકાના સ્નાન કરતી વેળાના નગ્ન ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

જે રીતે સ્ક્રીન શોટમાં જોવા મળે છે તે પ્રમાણે  શિક્ષિકા બાથરૂમમાં ન્હાતી વેળાએ સંપૂર્ણ નગ્ન હાલતમાં ભરત મોલિયા સાથે કોમ્યુનીકેશન કરતી જોવા મળી રહી છે. ગઈ સાંજ બાદ આ સ્ક્રીન શોટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે, અને જામનગર જીલ્લાના શિક્ષણ જગતમાં ભારે ચર્ચાનો વિષય બન્યા છે, જાણવા એવું પણ મળી રહ્યું છે કે વોટ્સએપ ગ્રુપમાં આ સ્ક્રીન શોટ અપલોડ કરી દીધા બાદ સંચાલક ભરત મોલિયા તુરંત ગ્રુપમાંથી લેફ્ટ થઇ ગયા હતા. ઘટનામાં સત્ય જે કાઈ હોય પણ જે બન્યું તે શિક્ષણજગત માટે ચોક્કસ શરમજનક છે.

-સમગ્ર ઘટના અંગે શું કહે છે ભરત મોલીયા
આ ઘટના અંગે “માયસમાચાર” દ્વારા જે નંબર પરથી આ ફોટાઓ વાઈરલ થયા છે તે નંબર ધરાવતા અને કહેવાતા શાળાના સંચાલક ભરત મોલિયાની ટેલીફોનીક પ્રતિક્રિયા લેવામાં આવી તો તેમને પોતાનો બચાવ કરતા કહ્યું કે હું એ શાળામાં નથી, મારા ઘરના પ્રિન્સીપાલ છે, હું માત્ર શાળામાં મદદ માટે જાવ છું, મેં તો મારી પત્ની સાથેનો ફોટો ગ્રુપમાં મુક્યો હતો તેમાં કોઈએ અન્ય ફોટો કોમ્પ્યુટરમાં એડિટ કરીને મુક્યા છે તેમ જણાવ્યું હતું. હવે ભરત મોલિયા કહે છે તે સાચું કે ખોટું તે ખરેખર તો તપાસનો વિષય છે.