દ્વારકા જીલ્લા કોંગ્રેસમાં ભંગાણની ગણાતી ઘડીઓ..?

ભાજપના એક નેતાનું ઓપરેશન

દ્વારકા જીલ્લા કોંગ્રેસમાં ભંગાણની ગણાતી ઘડીઓ..?

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

રાજ્યમાં થોડા દિવસો પૂર્વે એવો માહોલ બન્યો હતો કે એક બાદ એક કોંગ્રેસના ધારાસભ્યો ને ખેડવવાની શરૂઆત ભાજપ દ્વારા કરવામાં આવી અને મહદઅંશે તેમાં ભાજપ સફળ પણ થયું,હવે વારો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ મા કોંગ્રેસને ભાંગવાનો હોય તેમ તેની જવાબદારી પણ ઉપરથી ભાજપના નેતાઓને આપી દેવામાં આવી છે,

દેવભૂમિ દ્વારકા જીલ્લા પંચાયત આમ તો જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી તે ચર્ચામાં રહી છે,ત્યારે આગામી દિવસોમાં આ જીલ્લા પંચાયત વધુ એક વખત ચર્ચાઓમાં આવે તો નવાઈ એટલા માટે ના પામતા કારણ કે ભાજપ દ્વારા દેવભૂમિ દ્વારકા જીલ્લા પંચાયતને કોંગ્રેસ મુક્ત કરવા માટે છેલ્લા કેટલાક દિવસોથી કવાયત હાથ ધરવામાં આવી રહી છે,

સૂત્રોમાં થી મળતી માહિતી મુજબ લોકસભાની ચુંટણીના મતદાન પૂર્વે દેવભૂમિ દ્વારકા જીલ્લાપંચાયતના કોંગ્રેસના ત્રણ સભ્યોને ભાજપમાં ગૃહપ્રવેશ કરાવવા માટેની ગોઠવણો ચાલી રહી છે,પણ સ્થાનિક ભાજપના એક ટોચના આગેવાન દ્વારા કોંગ્રેસના સભ્યોના ગૃહ પ્રવેશ મામલે વિરોધ દર્શાવી દેવામાં આવતા ભાજપ બધું સમુંનમું કર્યા બાદ દ્વારકા જીલ્લા પંચાયતમાં ભડાકો કરે તેવી માહિતી મળી રહી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.