શહેરમાં આજે થઇ રહેલા ધડાકાઓનું આ છે સત્ય...

જાણો શા માટે 

શહેરમાં આજે થઇ રહેલા ધડાકાઓનું આ છે સત્ય...

Mysamachar.in-જામનગર:

જામનગર શહેરમાં આજે સવારથી એક તો વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, અને સમગ્ર વાતાવરણ વાદળછાયું બની ગયું જેને કારણે ઠંડી વધી... અને એવામાં એક બાદ એક થોડી થોડી મિનિટોના અંતરે  અચાનક ભેદી ધડાકાઓનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે, ત્યારે આ ભેદી ધડાકાઓ છે કે પછી ભૂકંપના આંચકાઓ તે લોકોમાં ખોટો ભયન પેસી જાય તે માટે માય સમાચાર દ્વારા જયારે આપાતકાલીન કંટ્રોલરૂમ સાથે વાતચીત કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું છે કે આ ભૂકંપની ઈફેક્ટ નહિ પણ જામનગરમાં આવેલ સૈન્યની પાંખ દ્વારા થઇ રહેલા રૂટીન પ્રેક્ટીસને કારણે જામનગરના લોકો જેને ભેદી ધડાકાઓ કહે છે તે અનુભવાયા હોવાનું જાણવા મળે છે.