Mysamachar.in:જામનગર
તાજેતરમાં જ અમદાવાદ ફાયર વિભાગમાં બોગસ સ્પોન્સરશીપથી ભરતીના મામલે વિજીલન્સ તપાસ થઇ હતી અને આ મામલે ફરી સળવળાટ વધતા અમદાવાદ ફાયર વિભાગના 8 અધિકારીઓ સામે FIR નો આદેશ પણ થઇ ચુક્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે, આવી જ વિજીલન્સની તપાસની જરૂર જામનગર ફાયર વિભાગમાં પણ છે. તેમ જાણકારો કહે છે.
કારણ કે ત્રિપલ સી, અને ભરતીના સર્ટીમાં કેટલાકે ચેડા કર્યા હોવાનું સુત્રો કહે છે, (બોગસ પણ કહી શકાય પણ તે બાબત તપાસને આધીન છે.) વધુમાં બહારના રાજ્યની સંસ્થાના સર્ટી રજુ કર્યા છે, જેની ખરાઈ થવી જરૂરી છે. થોડો સમય પૂર્વે એક RTI એક્ટીવીસ્ટ દ્વારા આ અંગે માહિતી માગવામાં આવી હતી, એવામાં અમદાવાદનું પ્રકરણ ઉજાગર થયું છે ત્યારે જામનગરમાં પણ ફરી સળવળાટ વધશે તેમ લાગે છે.
વધુમાં મળતી માહિતી મુજબ જામનગર ફાયર વિભાગના હાલના ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર પાંડિયનને શરતી પ્રમોશન આપવામાં આવ્યું છે, પણ તે શરતોને પૂર્ણ નથી કરી શક્યા તેમ ફાયર વિભાગ જામનગરના આંતરિક સુત્રો જણાવે છે. જો શરતી પ્રમોશન અનુરૂપ શરતો પૂર્ણ કરવામાં ના આવે તો પ્રમોશન રિવોક થઇ શકે આ કિસ્સામાં પણ જરૂરી તથ્યોની તપાસ થાય તેમ જાણકારો અંગુલી નિર્દેશ કરે છે.