મોટાખંભાલીડા ગામે વીજચેકિંગમા ગયેલ PGVCL ટીમ પર ટોળાનું હલ્લાબોલ

ગાડી અને કેમેરાને નુકશાન 

મોટાખંભાલીડા ગામે વીજચેકિંગમા ગયેલ PGVCL ટીમ પર ટોળાનું હલ્લાબોલ

Mysamachar.in-જામનગર:

જામનગર નજીક આવેલ મોટાખંભાલીડા ગામે આજે સવારે પીજીવીસીએલ ની ટીમો વીજચેકિંગ કરવા માટે ગયેલ હતી,ત્યારે ગામમાં રહેતા રામસંગ જાડેજા, અરવિંદસિંહ જાડેજા સહીતના ૨૫ થી ૩૦ માણસોનું ટોળું એકઠું થઇ ગયું હતું. અને પીજીવીસીએલ ના અધિકારીઓ અને એકઠા થયેલા ટોળા વચ્ચે રકજક ચાલી હતી, દરમિયાન રામસંગ જાડેજાએ નાયબ ઈજનેર કલ્પેશ કાનાણીને ગાળોભાંડી ને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ ઝાપટો મારી હતી, જયારે અરવિંદસિંહએ કેમેરામેનનો કેમેરો નીચે પછાડી દઈને અન્ય ટોળામાં હાજર રહેલા શખ્સોએ પત્થરમારો કરીને એક ગાડીને પણ નુકશાન પહોચાડ્યું હતું, અને એક તબક્કે ગામમા ભારે તંગદીલીભર્યું વાતાવરણ બની જવા પામ્યું હતું, જે બાદ પોલીસે મામલો થાળે પાડ્યો હતો, જે બાદ  સરકારી કર્મચારીઓની ફરજમા રૂકાવટ કરવા અને બબાલ કરવા અંગે ટોળા સામે પંચકોશી એ ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.