Mysamachar.in-જામનગર
જામનગર કોર્પોરેશનમા એક પેટામાં કામ કરતા કોન્ટ્રાક્ટરે નશામા હંગામો મચાવતા ચકચાર મચી જવા પામી છે, આ કોન્ટ્રાક્ટરે પ્રોજેક્ટ પ્લાનીંગ શાખામા જઇ ખેલ નાંખતા અધિકારી-કર્મચારીઓની સલામતીના સવાલ ઉઠ્યા છે આ બનાવે ગંભીર પ્રશ્નો પણ ઉભા કર્યા છે, આ અંગેની જાણવા મળેલી વિગત મુજબ જામનગર કોર્પોરેશનમાં જીમ બિલ્ડીંગ બનાવવાનું કામ કોન્ટ્રાકટર ગુલાબ આર. તડવીને સોંપવામાં આવેલ તેનું પેટામાં કામ પરેશ ચોવટીયા દ્વારા કરવામાં આવે છે, કોન્ટ્રાકટ કામ કરેલ મૂળ કોન્ટ્રાકટર ને આ કામ પેટે ત્રણ રનિંગ બિલ પેટે રૂ. 35,99,998/- ચૂકવાઇ ગયેલ છે,
ત્યારબાદ તેમના દ્વારા જે વધારાનું કામ કરેલ છે તેમાં મુખ્યત્વે સી.સી. ટી.વી. કેમેરા, ઇલેક્ટ્રીક વર્ક તથા મેઝરમેન્ટમાં બાકી રહેતું અંદાજે 60 ચો.મી.નું કલરના કામનો સમાવેશ થાય છે, જેના પેમેન્ટ માટે બિલિંગની પ્રક્રિયા ચાલુ છે, છતાય છેલ્લા બે દિવસથી આ પેટા કોન્ટ્રાકટર પરેશ ચોવટીયાએ પ્રોજેક્ટ પ્લાનીંગ બ્રાંચમાં સોમવારે સાંજે અધીકારીની ફરજમાં રૂકાવટ કરી હતી, તેમજ રૂ. 50 લાખની ગેર વ્યાજબી માંગણી કરી હતી તેમજ આ પરેશ ચોવટીયા બ્રાંચમાં કંઇક નશાનુ સેવન કરીને આવેલ હતો, જેથી કર્મચારીઓમા ફફડાટ ફેલાયો હતો અને આ બનાવથી સમગ્ર કર્પોરેશનમાં ચકચાર મચી છે.
જો કે પોલીસ સમયસર આવી અને તેને બેસાડીને લઇ ગઈ છે, આ અંગે પ્રોજેક્ટ પ્લાનીંગ શાખાના નાયબ ઇજનેર ભાવેશભાઇ જાનીએ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં લેખીત જાણ કરી આ બનાવની ઘોરણસર પોલીસમાં ફરિયાદ નોંધાવવા અરજી કરી છે. કોર્પોરેશનની આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, તેમજ જો કોઇ એક તો પેટામા કામ કરે ઉપરથી ખેલ નાંખે એ પણ નશામા તો દેખીતુ છે સરળ અધીકારી કામ કઇ રીતે કરી શકે તેમજ ફરજ પરના બધાની સલામતી આમા શુ રહે? વગેરે સવાલ સાથે દાખલારૂપ પગલા અને કાર્યવાહીની માંગ ઉઠે તે સ્વાભાવિક છે.