દ્વારકા:ના.મામલતદાર બાદ મહિલા GRDની ફરજમાં રુકાવટ

૩ સામે ફરિયાદ

દ્વારકા:ના.મામલતદાર બાદ મહિલા GRDની ફરજમાં રુકાવટ
File Image

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

હમણાંની જ વાત છે કે,દ્વારકા જીલ્લાની કલ્યાણપુર મામલતદાર કચેરીમાં એક શખ્સ આવીને ગાળો બોલતો હોય,તેને રોકવાનો પ્રયાસ કરનાર નાયબ મામલતદારની ફરજમાં રુકાવટ કરી અને હુમલો કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી,ત્યાં વધુ એક બનાવ દ્વારકામાં સામે આવ્યો છે,જ્યાં મહિલા GRD જે પોતાની ફરજ પર હતા,ત્યારે વડોદરાના ત્રણ યાત્રિકોએ તેમની ફરજમા રુકાવટ કર્યાની ફરિયાદ નોંધાઈ છે.

દ્વારકાધીશ મંદિર ૫૬ સીડી પર GRDમા ફરજ બજાવતા નીરૂબેન માણેક પોતાની ફરજ પર હતા,ત્યારે એક મહિલા મોબાઈલ સાથે મંદિરમા પ્રવેશ કરતાં તેને રોકવામાં આવ્યા ત્યારે તે મહિલાની પુત્રીઓ અરવી જોશી,આસ્થા જોશી અને પુત્ર સત્વ જોશીએ ફરજમા રુકાવટ કરી ઢીકા-પાટુંનો માર માર્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમા નોંધાઈ છે.