મહિનાઓથી ખાલી DEO અને DPEO ને રેગ્યુલર મૂકવાને બદલે ફરી ચાર્જ...

ગાડુ ગબડાવવા જેવી છે વાત 

મહિનાઓથી ખાલી DEO અને DPEO ને રેગ્યુલર મૂકવાને બદલે ફરી ચાર્જ...
file image

Mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લા શિક્ષણાધિકારી અને જામનગર જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વય નિવૃત થયા બાદ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ બન્ને મહત્વની પોસ્ટ પર કાયમી અધિકારીઓની નિમણુક આપ્યા સિવાય ચાર્જ એટલે કે હવાલા અન્ય અધિકારીઓને આપી અને ગાડુ ગબડાવ્યે જાય છે, જેને કારણે શિક્ષણને તો અસર પહોચે છે જ પરંતુ કેટલીક ખાનગી શાળાઓને મોકળું મેદાન મળી જાય છે, જેના પર ઇન્ચાર્જ પગલા લઇ શકતા નથી,

આ બન્ને જગ્યાઓ ખાલી થયા બાદ હાલ સુધી તો રાજકોટના અધિકારીઓને ચાર્જ આપી ચલાવવામાં આવતું હતું બાદમાં તેમને પણ પ્રમોશન મળતા વધુ એક વખત આ બન્ને જગ્યાઓ પર કાયમી નિમણુકને બદલે હવાલો પડ્યો છે,જેમાં જામનગર જીલ્લા શિક્ષણાધિકારી તરીકે હાલ જીલ્લા કચેરીમાં શિક્ષણ નિરીક્ષક તરીકે ફરજ બજાવતા મધુબેન ભટ્ટને જયારે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે છત્રપાલસિંહ જાડેજાને ચાર્જ સોંપવાનો હુકમ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.