Mysamachar.in-જામનગર:
એક ગુન્હાહિત માનસ ધરાવનાર વ્યક્તિ કઈ હદ સુધી જઈ શકે તેનો એક કિસ્સો દોઢ માસ પૂર્વે જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામે સામે આવ્યો જ્યાં પોતાની પ્રેમિકાને જન્મદિવસે કેક કાપવાને બહાને લઈ જઈને કેકને બદલે પ્રેમિકાનું ગળું કાપી નાખી હત્યા નીપજાવનાર શખ્સ દોઢ મહિના સુધી પોલીસથી નાસતો ફરતો રહ્યા બાદ અંતે પોલીસને હાથ આવી જતા આ સમગ્ર મર્ડર કેસ ઉકેલાઈ ચુક્યો છે.
આ અંગેની વિગતો એવી છે કે ગત 5 એપ્રિલના રોજ જામનગરના ચેલા ગામે રહેતા મનસુખભાઇ રણછોડભાઇ કણજારીયા ફરીયાદ જાહેર કરેલ કે,તેઓની પુત્રી અર્ચના કણજારીયા કોઇપણ કારણે વાદવિવાદ થતા આરોપી ભાવેશ રણછોડભાઇ સોનગરાએ નાની રાફુદળ ગામે મરણ જનાર અર્ચના કણજારીયાને શરીરના ગળાના ભાગે બોથડ પદાર્થ તેમજ તિક્ષ્ણ હથિયાર વડે ધા મારી ગંભીર ઇજાઓ કરી,મોત નિપજાવી નાશી જવા અંગે ફરીયાદ જાહેર થયેલ જે અંગે લાલપુર પોલીસ સ્ટેશન ખાતે જહેર થયેલ…
જે બાદ જામનગર ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક ડી.પી.વાધેલાના સંકલનમા રહી, આરોપીને ત્વરીત પકડી પાડવા એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર જે.વી.ચૌધરીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.સ્ટાફની ટીમો કાર્યરતકરી, ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોસનો ઉપયોગ કરી, જરૂરી વર્કઆઉટ કરવામા આવેલ.
દરમ્યાન એલ.સી.બી.ના સંજયસિંહ વાળા, દિલીપભાઇ તલાવડીયા,યશપાલસિંહ જાડેજાઓને ખાનગી રાહે હકિકત મળેલ કે,અર્ચનાબેન કણજારીયાના ખુનમા સંડોવાયેલ આરોપી ભાવેશ રણછોડભાઇ સોનગરા આસામ રાજયના ગુહાહાટી શહેરમા હોવાની હકિકત આધારે ભાવેશ રણછોડભાઇ સોનગરાને હસ્તગત કરવામા આવેલ છે. જેની યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા પ્રેમ સબંધ બાબતે મરણજનાર સાથે બોલાચાલી થતા આરોપીએ આવેશમા આવી અર્ચનાને ગળાના ભાગે બોથડ પદાર્થ તેમજ તિક્ષ્ણ હથિયાર વડે ધા મારી શરીરે ગંભીર ઇજાઓ કરી,મોત નિપજાવેલ હોવાની કબુલાત આપતા,મજકુર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી લાલપુર પો.સ્ટે.ને સોપી આપેલ છે.
આરોપી ભાવેશ સોનગરાને અર્ચનાબેન સાથે પ્રેમ સબંધ હોય, અર્ચનાબેનના જન્મદિવસની કેક કાપવા માટે નાનીરાફુદળ ગામે સાથે લઇ જઇ,દરમ્યાન આરોપીને મરણજનાર સાથે લગ્ન કરવા બાબતે બોલાચાલી તકરાર થતા આરોપી ભાવેશે આવેશમા આવી,અર્ચનાબેન કણજારીયાને ગળાના ભાગે ,તિક્ષ્ણ હથિયાર તથા પથ્થર વડે ધા કરી ઇજા કરી ખુન કરી,નાશી ગયેલ હતો,
આરોપીએ યુવતીની હત્યા કર્યા બાદ પીરલાખાસર, જામખંભાળીયા, દ્રારકા, પોરબંદર, અમદાવાદ, મુંબઇ, ગોવા, પુના, દિલ્હી, ગૌહાટી (આસામ) વિગેરે અલગ અલગ સ્થળે સંતાતો ફરતો હતો, દરમ્યાન એલ.સી.બી. દ્રારા,ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોસનો ઉપયોગ કરી,આસામના ગૌહાટી શહેરમાથી ઝડપી પાડેલ છે.આરોપી વિરુદ્ધ અગાઉ ખુન, મકાનમાં આગ લગાડવી, ફેક આઈડી બનાવવા સહિતના ગુન્હાઓ અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયેલ છે.