ઇનસાઇડ:જામનગર પોલીસ યુ.પી.ના જે શખ્સને ખંડણીના ગુન્હામાં લાવી તે શખ્સ આગામી ચુંટણીમાં...

અહેવાલ વાંચવા ક્લિક કરો 

ઇનસાઇડ:જામનગર પોલીસ યુ.પી.ના જે શખ્સને ખંડણીના ગુન્હામાં લાવી તે શખ્સ આગામી ચુંટણીમાં...

Mysamachar.in-જામનગર:

છેલ્લા બે ત્રણ દિવસથી જામનગરમાં સામે આવેલ ક્રાઈમની એ વારદાત ટોક ઓફ ધ ટાઉન બની છે, જેમાં ગત 28 નવેમ્બરના રોજ એક મહિલા બી ડીવીઝન પોલીસ મથક ખાતે પહોચે છે અને હાજર અધિકારીને જણાવે છે કે તેના પતિ તેમજ અને તેના મિત્રનું યુ.પી.ખાતે ગોંધી રાખવામાં આવ્યા છે અને 20 લાખની ખંડણી માગવામાં આવી રહી છે, આ મામલે થાળા અધિકારી કે.એલ.ગાધે આ વાતને ગંભીરતાથી લે છે અને ASP નીતીશ પાંડેયને અવગત કરાવે છે અને નીતીશ પાંડેય તુરત જ એક રણનીતિ ઘડી આપે છે અને યુપીથી જામનગરના ત્રણ યુવકોને સલામત જામનગર લાવી શકાય અને આરોપી પણ ઝડપાઈ જાય માટે ASP નીતીશ પાંડેય ઉતરપ્રદેશના આ વિસ્તારના એસપી સહિતના અધિકારીઓ સાથે સંકલન સાધી અને જામનગર ટીમને જરૂરી મદદ કરવા પણ જણાવ્યું હતું, આમ એસ.પી.દીપન ભદ્રન અને ASP નીતેશ પાંડેયના માર્ગદર્શનમાં બી ડીવીઝન પોલીસ ટીમ આ ઓપરેશન સફળતા પૂર્વક અતિ ગુપ્ત રીતે પાર પાડી અને ભોગ બનનાર ત્રણ યુવકોને ખંડણી માગનારની ચુંગાલમાંથી સલામત રીતે મુક્ત કરાવી જામનગર સુધી પહોચી છે.

આ મામલે આજે પોલીસના આધારભૂત સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જામનગરના ત્રણ યુવકોને ગોંધી રાખી અને 20 લાખની ખંડણીની માંગ કરનાર ભગવાનસિંગ ઉર્ફે ચાચુ અર્જુનસિંગ ચૌહાણ રહે,રાજપૂર તા.સિકદારા જી.કાનપૂર યુ.પીને પોલીસ જે વિસ્તારમાંથી ઉઠાવી લાવી તે વિસ્તાર ખુબ સેન્સેટીવ છે, અને ઝડપાયેલ શખ્સનું ત્યાં ખુબ સારૂ વર્ચસ્વ વાળો વિસ્તાર છે.તો  અર્જુનસિંગની છાપ ત્યાં બાહુબલી તરીકેની હોય આવનાર ઉતરપ્રદેશ વિધાનસભાની ચુંટણીમાં પણ પોતે લડવાનું મન બનાવી લીધું હતું અને તે ચુંટણી લડવાનો હતો પરંતુ હાલ તો જામનગર પોલીસે તેને ઝડપી પાડતા તેના સપનાઓ ચકનાચૂર થઇ ચુક્યા છે.