જામનગર મહાનગરપાલિકાના 15 અધિકારી કર્મચારી સામે લાં....બા સમયથી ચાલે છે ઈન્કવાયરીઓ

ઓડીટ અહેવાલમાં પણ તત્કાલીન સ્ટે.ચેરમેનની તાકીદ બેઅસર રહી હોય તેવું

જામનગર મહાનગરપાલિકાના 15 અધિકારી કર્મચારી સામે લાં....બા સમયથી ચાલે છે ઈન્કવાયરીઓ

Mysamachar.in-જામનગર

જામનગર મહાનગરપાલિકામાં કર્મચારીઓ અને અધિકારીઓને જલસા જ જલસા છે. કારણ કે જો કોઈ ભૂલ થાય અને ઇન્ક્વાયરી શરુ થાય તો પણ પૂર્ણ જ ના થતી હોવાનું છેલ્લા કેટલાક ઓડીટ અહેવાલ પરથી તારણ નીકળે છે, નાણાકીય ગેરરીતી, મનપાને આર્થિક નુકશાન, ઉચાપત, શિસ્તભંગ વગેરેના કિસ્સાઓમાં ઇન્ક્વાયરીઓ થતી હોય છે, જેમાં હાલ પણ આવી 15 ઇન્ક્વાયરીઓ પેન્ડીંગ હોવાનું જણાઈ આવે છે,

વર્ષ 18/19ના અહેવાલની વિગતે મહાનગરપાલિકાના કર્મચારી-અધિકારીઓ સામે અગાઉની 13 ઇન્કવાયરીઓ પેન્ડીંગ હતી અને વર્ષ દરમ્યાન 05 નવી ઇન્કવાયરીઓ શરૂ કરવામાં આવેલ આમ કુલ 18 ઈન્કવાયરી પૈકી વર્ષ દરમ્યાન 3 ઇન્કવાયરી પૂર્ણ થયેલ અને વર્ષના અંતે 15 ઇન્કવાયરી બાકી રહેલ. જે અંગે સંબધીત કર્મચારી-અધિકારી સામે જરૂરી તપાસ સત્વરે પૂર્ણ કરી ધોરણસર પગલા લેવા ઓડીટ અહેવાલને આધારે તત્કાલીન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા તાકીદ પણ કરાઈ હોવાનું જાણવા મળે છે.પણ આવી તાકીદ પણ બેઅસર રહી હોય તેમ લાગે છે.