જીલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાનું મતદાન અને મતગણતરી દિવસની વ્યવસ્થાઓને લઈને તંત્રએ જાહેર કરી માહિતી

જીલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાનું મતદાન અને મતગણતરી દિવસની વ્યવસ્થાઓને લઈને તંત્રએ જાહેર કરી માહિતી

Mysamachar.in-જામનગર

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓનો માહોલ છે, જેમાં મહાનગરપાલિકાઓની ચુંટણીઓનું મતદાન અને મત ગણતરી પૂર્ણ થઇ ચુકી છે, ત્યારે આગામી 28 ફેબ્રુઆરી રવિવારના રોજ જામનગર જીલ્લા પંચાયત, 6 તાલુકા પંચાયત, અને સિક્કા નગરપાલિકાની ચુંટણી માટે મતદાન અને 2 માર્ચના રોજ મતગણતરી યોજાવવાની છે, ત્યારે આજે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આ બન્ને દિવસો અંગેની તમામ માહિતી આજે જાહેર કરવામાં આવી છે તેના પર નજર કરવામાં આવે તો...

મતદાનના દિવસ માટે

-જિલ્લા-તાલુકા પંચાયત તથા સિકકા નગરપાલીકાનું મતદાન તારીખ : 28/02/2021ના રોજ યોજાનાર છે. મતદાનનો સમયગાળો સવારના 7:00 કલાક થી સાંજના 6:00 કલાક સુધી છે.

-જિલ્લા તાલુકા પંચાયતમાં કુલ-705 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા યોજાશે. આ પ્રક્રિયામાં જામનગર જિલ્લાના તાલુકાના કુલ-3525 કર્મચારીઓ ફરજ સોપવામાં આવેલ છે.જયારે 216 કર્મચારીઓ રીઝર્વ રાખવામાં આવેલ છે.

-કુલ-705 મતદાન મથક પૈકી 205 સંવેદનશીલ મતદાન મથક જયારે 22 મતદાન મથકો અતિસંવેદનશીલ છે.

-સિકકા નગરપાલીકાની ચૂંટણી કુલ 23 મતદાન મથકો ઉપર યોજાનાર છે. જે તમામ મતદાન મથક સંવેદનશીલ છે. સિકકા નગરપાલીકાની ચૂંટણી માટે કુલ–115 કર્મચારીઓને મતદાન મથક પર ફરજ સોંપવામાં આવેલ છે.

-સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકોને ધ્યાને લઈને કુલ-752 પોલીસ કર્મચારીઓ તેમજ 1135 હોમગાર્ડ-ગ્રામ રક્ષકદળના કર્મચારીઓ ફરજ પર તૈનાત હશે.

-જિલ્લા તાલુકા પંચાયતના કુલ-705 મતદાન મથકો તથા સિકકા નગરપાલીકાના કુલ-23 મતદાન મથકો માટે કુલ–95 ઝોનલ રૂટ તૈયાર કરવામાં આવેલ છે. આ રૂટ ઉપર કુલ-95 ઝોનલ ઓફીસરોને ફરજ સોંપવામાં આવેલ છે. ઝોનલ ઓફીસર પોતાના રૂટમાં આવતા તમામ મતદાન મથકો ઉપર મતદાનના આગળના દિવસ તેમજ મતદાનના દિવસે સતત મુલકાત લઈ સુચારૂ મતદાન થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દેખરેખ રાખશે.

-મતદાન મથક ખાતે કોવિડ–19 ના પ્રોટોકોલ્સ પ્રમાણેની આરોગ્યને લગતી તમામ સાવચેતીઓ માટે હેન્ડ ગ્લોઉસ, સેનેટાઇઝર, માસ્ક, થર્મલ ગન વગેરેની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

-મતદાન પૂર્ણ થયા બાદ સીલબંધ ઈવીએમ મશીનોને જેતે તાલુકાના નિયત કરેલ સ્ટ્રોગરૂમ ખાતે સંગ્રહ કરવામાં આવશે.

જયારે મતગણતરી માટે

-તાલુકા જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી તથા સિકકા નગરપાલીકા સામાન્ય ચૂંટણીની મતગણતરી તારીખ : 02/03/2021ના રોજ સવારે 9:00 કલાકે શરૂ કરવામાં આવશે.

-આ મતગણતરી જામનગર (ગ્રામ્ય) તાલુકાની જિલ્લા તેમજ તાલુકા પંચાયતની સીટ માટે ઓશવાળ સેન્ટર સાતરસ્તા પાસે, જામનગર તથા અન્ય તાલુકાની સંબંધીત તાલુકા કક્ષાએ નિયત કરેલ મતગણતરી કેન્દ્ર ખાતે કરવામાં આવશે.

-આ મતગણતરીમાં કુલ-1080 કર્મચારીઓને ફરજ સોંપવામાં આવેલ છે. તેમજ કાયદા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પુરતા પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

-સિકકા નગરપાલીકાની મતગણતરી માટે ડી.સી.સી. ટેકનીકલ હાઈસ્કુલ સિકકા ખાતે મતગણતરી યોજાનાર છે.