Mysamachar.in-જામનગર:
હાલ ચુંટણીનો માહોલ સમગ્ર ગુજરાતમા છે અને ચુંટણી વ્યવસ્થા ગોઠવવી તે ચુંટણીપંચ વહીવટી તંત્ર માટે ખુબ જ ગંભીર જવાબદારી હોય છે, કેમ કે મુક્ત અને ન્યાયી ચુંટણી થવી જોઇએ પરંતુ સાથે સાથે મતદાન મથકોની વ્યવસ્થા પણ પુરતી હોવી જોઇએ સ્ટાફ, સલામત રૂમ, એન્ટ્રી એક્ઝીટ, સાહિત્ય ગોપનીયતાની વ્યવસ્થા, વીજ પુરવઠો સાધનો, લંચ, નાસ્તો, ડીનર પાણી આવવા જવાની સુગમતા સ્ટેશનરી સ્ટાફનુ પરીવહન પડદા મંડપ તડકા છાયા મુજબ વ્યવસ્થા ખુરશી ટેબલ સ્ટેન્ડ છાજલી…વગેરે વગેરે શુ ન જોઇએ એમ કો.?
પરંતુ હાલ પરિસ્થિતિ એ થઇ છે કે હાલાર સહિત બધે જન મોંઘવારીની ઝાળ ચુંટણી વ્યવસ્થા પર અસર કરી ગઇ અને મોટા ભાગે ટેન્ડર્સ અધ્ધરતાલ રહેતા ચુંટણી તંત્ર માટે આ બધુ રાતોરાત કેમ કરવુ નો બોજો આવી પડ્યો છે જો કે….છેલ્લી ઘડીએ લડી લેજો….ની સુચના મળી છે માટે ગમે તે ભાવે અને ગમે તે ભોગે વ્યવસ્થા કરવી તો પડશે જ ને.? તે સવાલનો જવાબ જ નથી કરવુ જ પડે તેમ છે,
હાલ દાખલા તરીકે 150 રૂપીયામા બે વખત જમવુ ચા નાસ્તો પીવાનુ પાણી બધુ જ પરવડે.? આવુ જ દરેક ભાવમા છે તો વળી કોક કોક એ તો ભલામણથી કામ મેળવ્યા તો હવે ” પોગાણ” ન થઇ રહ્યુ હોય પેટા ગોતે છે તો વળી અતરીયાળને દૂર દરાજમા તો પુરતુ પાણી ફર્નીચર વગેરે પણ પહોંચાડવુ કપરૂ હોય કમાવાનુ શુ.? તેમ પણ વેપારીઓ વિચારે તો ખરાજ ….જો કે આ તો સરકાર મા બાપ છે ગમે તેમ કરી વ્યવસ્થા કરી જ લેશે છેલ્લી ઘડીએ મોટુ મન રાખીને મતદારો પુરતુ અગવડતા ન પડે તેવુ બધુ જ થઇ રહેશે (આ નો બીજો અર્થ એ ન કરવો કે સ્ટાફની વ્યસ્થા સુગમતા સુવિધા નુ જે થવુ હોય તે થાય.!)
….જો કે રાજકીય પક્ષોની સામગ્રીની બોલબાલા
જ્યા મર્યાદા નડતી હોય નિયમ બંધારણ હોય ત્યા ખર્ચ ના વિચાર કરવા પડે પરંતુ જામનગર શહેર જિલ્લા દ્વારકા જિલ્લા વગેરેમા સામાન્ય દરજીઓ, કાપડ વેચનારા મધ્યમ વેપારીઓ, સુશોભનવાળા, ફુલવાળા વગેરે ને તો હવે દિવાળી આવી છે, ટોપી ખેસ કપડા ઝાલર ડીઝાઇનવાળાને કલરવાળા તોરણ ટાઇપના મંડપ છાજલીના લટકણીયા શેતરંજી જાજમ સ્ટેજ કાપડ ટેબલ ક્લોથ ખુરશી કવર ગાદી લાકડીઓ ઝંડા હાર તોરા બુકે ગુચ્છ સ્ટીકર ચોપાનીયા વગેરે વગેરે ઘણુ બધુ ગમે તે ભાવે તૈયાર કરાવાઇ રહ્યા છે, ને આ માટેના લગત વેપાર ધંધા કરનારાને સરવાણી વહે છે
પરંતુ બીજી તરફ આ વખતે હજુ સુધી ચા ભજીયા ગાઠીયા ઉંધીયા નાસ્તા વગેરેની ખુશ્બુ ચોમેરથી હજુ ખુબ વ્યાપક શરૂ થઇ નથી, તો શુ અમુક ખર્ચ પર કાપ હશે? આ કાપ ક્યાક….આવે છે…..ને…….જાય છે ના સુત્રો તો ઉલટ પુલટ નહી કરે ને? તેમ અમુક ખાટ સવાદીયાઓમા ચર્ચા થાય છે.