વરસાદના સુચક  આકરા તાપે અકળાવ્યા

હવામાન ની વિચીત્રતા કારણભૂત….

વરસાદના સુચક  આકરા તાપે અકળાવ્યા

Mysamachar.in-જામનગર:

સામાન્ય રીતે વરસાદ બાદ ઠંડક પ્રસરવી જોઇએ તેના બદલે આકરા તાપનો જાણે ભઠ્ઠીનો તાપ સર્વત્ર છવાયો હોય તેવો અનુભવ લોકો કરી રહ્યા હોય ઠેર-ઠેર એક જ વાત સંભળાય છે કે ભાદરવાએ તો કેવરાવ્યા ભાઇ....!! સામાન્ય કરતા એકતો આ વખતે મોડુ ચોમાસુ છે કેમ કે મોટા ભાગે અષાઢ કોરો ગયો ત્યારબાદ શ્રાવણ મહિનામા નોંધપાત્ર વરસાદ પડ્યો સાથે-સાથે ભાદરવામા પણ વરસાદ સમગ્ર રાજ્યમા ભરપૂર છે, જો કે ભલે  હાલારમા ૧૦૦ ટકા નહી પરંતુ સિતેર ટકાથી વધુ વરસાદ જુદા જુદા વિસ્તારનો સરેરાશ ગણીએ તો થઇ ગયો છે અને જળાશયોમા ૬૫ ટકા સરેરાશ પાણી આવ્યુ છે.

-હવામાન ના બદલાવ કરણભૂત

લોકોની અકળામણ એ છે કે ગરમી કાં જતી નથી? તેમજ તાજેતરના રાત્રીના સરેરાશ બે થી દસ ઇચ વરસાદ જે હાલારમા વરસ્યો ત્યારબાદ એકાએક ગરમી વધી છે, આ ગરમી પંખા એસી કુલરને પણ દાદ નથી આપતી અને શરીર ઓગાળે તેવા અનુભવ કરાવે છે, ત્યારે નિષ્ણાંતોના જણાવ્યા મુજબ સતત છવાયેલા વાદળો પવનનો અભાવ અને ભેજનુ અતિશય પ્રમાણ આ ગરમી માટે નુ કારણ છે, અને તાપમાનનો પારો વધુ ઉંચો જતો  નથી પરંતુ બફારો હાલના હવામાનના પલટા થી અનુભવાય છે જે વરસાદનુ પણ સુચક છે.