એ.બી.વિરાણી કન્યા વિદ્યાલય માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થયા રજુ

એ.બી.વિરાણી કન્યા વિદ્યાલય માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

my samacahr.in-જામનગર:

લેઉવા પટેલ સેવા સમાજ સંચાલિત માતુશ્રી એ.બી.વિરાણી કન્યા વિદ્યાલય માં ૭૨ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી સંસ્થાના પ્રમુખ મનસુખભાઇ રાબડીયાએ ધ્વજવંદન કર્યું હતું,

પર્વ ને અનુરૂપ પ્રાસંગીક પ્રવચનમાં મનસુખભાઇ રાબડીયાએ વિદ્યાર્થીઓને સ્વચ્છતા મિશન કાર્યક્રમમાં સામેલ થવા આહવાન આપ્યું હતું જ્યારે એક-એક વ્યક્તિ સ્વચ્છતા મિશનમાં સંપૂર્ણ સમજદારીપૂર્વક સહયોગ કરશે ત્યારે જ આ અભિયાન સફળ થશે અને આપણે એક મજબૂત અને સ્વચ્છ ભારતનું નિર્માણ કરી શકીશું આ ઉપરાંત વધુમાં મનસુખભાઇએ આજના યુવાનોને ટેક્નોલોજીનો પણ વિવેકપૂર્વક ઉપયોગ કરવા પણ જણાવ્યુ હતું અને સાથે સાથે આજના યુવાનો જ્યારે યોગ અને શારીરિક રમતોથી દૂર જઈ રહ્યા છે ત્યારે તેમણે યુવાનોને નિયમિત રીતે યોગ અને રમતોમાં ભાગ લેવા પણ અપીલ કરી હતી,

આ પ્રસંગે સંસ્થાના મંત્રી અશોકભાઇ પટેલ,ખજાનચી લવજીભાઇ વાદી,સહિત કારોબારી સભ્યો અને પ્રિન્સીપાલ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા,

આ પ્રસંગે શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા સાંસ્ક્રુતિક કાર્યક્રમ રજૂકરવામાં આવ્યો હતો જેમાં દેશભક્તિની ભાવનાસભર ડાંસ તેમજ યોગાસનો,સમૂહગીત અને વ્યક્તવ્ય આપવામાં આવ્યા હતા,

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાનાં આચાર્યશ્રી તારાબેન પાંભર તથા શાળાના તમામ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.