સૌરાષ્ટ્રમાં વધી રહેલી હનીટ્રેપની માયાજાળ

જાણો ક્યાં સામે આવ્યો કિસ્સો.?

સૌરાષ્ટ્રમાં વધી રહેલી હનીટ્રેપની માયાજાળ

Mysamachar.in-મોરબી:

જામનગરના વૃદ્ધને રાજકોટ બોલાવીને એક યુવતીએ તેની સાથે શરીરસુખ માણ્યા બાદ તેના સાગરીતો દ્વારા વૃદ્ધ પાસેથી પૈસા પડાવવા માટે મારકૂટ કરતા ભયના કારણે વૃદ્ધનું મોત નિપજતા આ હનીટ્રેપનો ચકચારી કિસ્સો તાજો જ છે, તેવામાં મોરબીના યુવક સાથે એક યુવતીએ શરીરસુખ માણ્યા બાદ તેનો વિડિયો ઉતારીને ૧૦ લાખ રૂપિયા પડાવી લીધા હતા અને વધુ ૧૫ લાખ પડાવવા જતા સમગ્ર મામલો પોલીસમથકે પહોંચતા હનીટ્રેપના કિસ્સામાં ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે,

 

હનીટ્રેપના આ ચોંકાવનારા કિસ્સાની જાણે વિગત એમ છે કે, મોરબીના મનીષ (પાત્રનું નામ બદલેલ છે.)તા. ૨૮/૦૧/૨૦૧૯ ના રોજ પોતાના સાળાના શનાળા ગામ પાસે આવેલ ઘડીયાળના કારખાને કોઇ કામના બહાને બોલાવતાં મનીષ ત્યાં ગયેલ હતો, ત્યારે મનીષ સીવાય તેનો મિત્ર તુલશીભાઇ સંખેસરીયા તથા ધવલ આદ્રોજા તથા એક મહીલા અગાઉથી જ ત્યાં હાજર હતા અને મનીષની ઓળખાણ આ અજાણી મહીલા સાથે કરાવી કારખાનાના ગોડાઉનમાં બેસાડીને બન્ને બહાર નીકળી ગયા બાદ આ મહીલાએ મનીષ સાથે આડીઅવળી વાતો કરી ફરીને લલચાવી પોતાની મરજીથી મનીષ સાથે શરીર સુખ માણ્યું હતું અને છૂટા પડ્યા હતા,

ત્યારબાદ મનીષને બીજા દીવસે તા. ૨૯/૦૧/૨૦૧૯ ના રોજ અજાણ્યા મોબાઇલથી રાજકોટ વાળા સંજયભાઇના નામથી ઓળખાણ આપી ફોન કરી કહેલ કે ગઇકાલે તમે કારખાનાના ગોડાઉનમાં શુ કર્યુ છે ? તેની વીડીયો ક્લીપ મે તથા આશીષે મોબાઇલ ફોનમાં ઉતારી લીધેલ છે તેમ કહી મનીષને મોરબી બાયપાસ બોલાવીને તુલશીભાઇએ મોબાઇલમાં વિડિયો ક્લીપ બતાવતા મનીષ ગભરાઈ ગયો હતો અને આ વિડિયો ક્લીપ ડીલીટ કરી નાખવા માટે આજીજી કરેલ હતી,પરંતુ આ તુલશીભાઇ ત્યાંથી જતો રહેલ અને કલાક પછી મનીષને ફોન કરી રૂપિયા ૧૦ લાખની માંગણી કરેલ અન્યથા આ વિડિયો ફરતો કરી દઇ સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપેલ. જેથી મનીષ કુટુંબ તથા સમાજમાં બદનામ થઇ જવાની ડરથી આ ટોળકીને કટકે કટકે ૧૦ લાખ આપી દીધા હતા, પરંતુ મનીષ પાસેથી વધુ ૧૫ લાખ રૂપીયાની માંગણી કરેલ, મનીષથી બીજા પૈસાની સગવડ નહીં થતાં આરોપીઓ ધમકી ભર્યા ફોન કરી સમાજમાં બદનામ કરવાનો ડર બતાવી સતત માનસીક ત્રાસ આપતા હતા,

આથી કંટાળીને મનીષ મોરબી SP કચેરીએ પોલીસ વડાને પોતાની સાથે થયેલ આ બનાવ અંગે આપવીતી વર્ણાવતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પોતાની ફરીયાદ કરી હતી. ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરીને હનીટ્રેપના કિસ્સામાં ફસાવનાર ટોળકીના મોરબીના જ આશીષ આદ્રોજા, તુલશીભાઇ  સંખેસરીયા, ચૌહાણ, ધવલ આદ્રોજાની ધરપકડ કરીને હનીટ્રેપના કિસ્સામાં અન્ય કોઈને ફસાવેલ છે કે કેમ તેની વધુ તપાસ હાથ ધરી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.