ડોર ટુ ડોર ખર્ચ વધારો, કોઈકના કરોડોના ફાયદા માટે શરતો મુકી કોરાણે..!? શું કામ ભાઇ? સમરથ કો નહી દોષ...!

જેના માટે વધારાનો ખર્ચ મંજુર કર્યો તે શરતોનું કરે છે પાલન.? જામનગરના શહેરીજનો તમે જ વાંચો અને નક્કી કરો

ડોર ટુ ડોર ખર્ચ વધારો, કોઈકના કરોડોના ફાયદા માટે શરતો મુકી કોરાણે..!? શું કામ ભાઇ? સમરથ કો નહી દોષ...!

My Samachar.in : જામનગર

જામનગરના નાગરીકોના પરસેવાની કમાણીના નાણા જે જુદા-જુદા વેરા કે દંડ રૂપે લોકો ભરતા  હોય છે, ત્યારે કોર્પોરેશનની નાણાની આ તિજોરી છે તેના કહી શકાય કે ટ્રસ્ટી છે તેવા મુખ્ય અધીકારીઓ પદાધીકારીઓ આ નાણાનો યોગ્ય કરકસરપુર્વક તેમ  જરૂરી હોય તો જ ખર્ચ કરે તે આવકાર્ય ગણાય.. સૌની આ અપેક્ષા હોય ત્યારે જાગતા પ્રહરી તરીકે mysamachar.in દ્વારા વખતો વખત ધ્યાનમા આવતી ખર્ચની કોઇ  ગેરવ્યાજબી હોય કે બિનજરૂરી એટલે આમ તો ચોક્કસ ના હિતમા પ્રજાના નાણા આઉટ ઓફ વે કે જેનુ સ્પષ્ટ અને લીગલ સો ટકા જસ્ટીફીકેશન જવાબદારો એકસુત્રતાથી ન કરી શકે તેવા જનતાના નાણાના દુરૂઉપયોગ થયા હોય તેવી ગંભીર બાબતો જેની સમીક્ષા કરવી જરૂરી લાગે તે બેધડક પ્રજા સમક્ષ નિયમીત રીતે mysamachar.in દ્વારા  મુકાય છે 

તેમા હાલ જે વિષય છે  કે જે કચરા માટે નાણાની લ્હાણી એ વિષય કોઇ ના ગળે ન ઉતરે તેવો છે ત્યારે જામનગર કોર્પોરેશનના સોલીડ વેસ્ટ વિભાગે "કોક"ના કરોડોના ફાયદા માટે  સમગ્રપણે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન અને ડમ્પીંગના જંગી રકમોના ખુબ લાંબા સમયના કોન્ટ્રાક્ટની શરતો  કોરાણે  મુકી દીધી..!માટે સવાલ ઉઠ્યા કે શું કામ ભાઇ?  કે પછી તેને કોક બેકીંગ જબરૂ છે માટે સમરથ કો નહી દોષ...! જેવુ છે? સાથે સાથે બીજો આયામ એ પણ લોકોમા ખૂબ ચર્ચામા છે કે કોન્ટ્રાક્ટરોને લ્હાણી કરવાના  આ  "ખેલ" ખરેખર કોન્ટ્રાક્ટ કંપની માટે છે કે "સ્વ વિકાસ" સાથે સાથે લગત "જુથ વિકાસ માટે  છે”? માટે   કંટ્રોલીંગ અધિકારી ભાઇ વરણવા "કશુક"  દર્શાવે છે?! કે છુપાવે છે?? તે બાબતે જાણકારો ખૂબ જ ટીકા ટીપ્પણ કરે છે તેમજ બધા જાણકારો એક સૂરે શંકા સાથે  કહે છે ને પુછે છે કે લાલો લાભ વગર તો  લોટ્યો  જ નહી હોય ને.....? માટે સમગ્ર ગંભીર મામલે હવે  ઉચ્ચકક્ષાની તપાસ માંગવાની તજવીજ અંગેના સંકેત મળ્યા છે તેના આધાર સમાન પ્રજાના પરસેવાના કરોડો રૂપીયા પાણીની જેમ વહાવ્યાનો ઠોસ પુરાવો.... કે જેના ઉપરથી નક્કી થાય છે કે રેકર્ડ પર શુ છે ને ખરેખર શુ થાય છે કે રેકર્ડ ઉપર શરતો નિયમો વગેરે છે તેના પાલન નથી થતા  તેનો ચિતાર સૌ સુજ્ઞ  જાગૃત નાગરીકોના હિતમાં...... 


 
આ પ્રકરણમાં સૌ પ્રથમ વખત mysamachar.in દ્વારા છે પ્રસ્તુત..જેથી  લોકો જાણી શકે કે કે શુ રમતો રમાય છે......જેમકે એક જ મુદે જવાબદાર અધીકારીના અલગ અલગ જવાબ એક જ સમય એ આવે તે શુ દર્શાવે છે?? આવી મહત્વની ને સંવેદનશીલ બાબતો ઉપર પ્રકાશ પાડવાની જરૂર ઉભી થઇ છે માટે સંશોધનાત્મક અહેવાલ લોકોની જાણકારી માટે પ્રસિદ્ધ કરાયા છે તે જ શૃંખલામા આ અહેવાલ જાણવો  રસપ્રદ બની રહેશે

હવે સમગ્ર ગેરરીતીની નજીક પહોંચવા માટે સૌથી અગત્યનો સવાલ...જે ડોર ટુ ડોર કંપનીઓ માટે JMCએ વધારાનો કરોડોનો ખર્ચ મંજુર કર્યો તે શરતોનું સો ટકા  પાલન કરે છે કે નહી.? તે બાબત  જામનગરના શહેરીજનો  આ અહેવાલ વાંચી અને નક્કી કરી શકશે. કેમકે અહી શરતોના અંશો જે સીધા લોકોને સ્પર્શે છે તે મુકવામાં આવ્યા છે


 
જામનગર મહાનગરપાલિકા ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ ખાનગી પાર્ટીઓને ચુકવે છે, પણ આ ખર્ચ ત્યારે જ વાજબી ગણાય જયારે 100% કામ થતું હોય, પણ આવું નથી થતું તેવું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વીકારે છે, એમાં પણ સોલીડ વેસ્ટ વિભાગના અધિકારીઓના માથે ચાર હાથ હોય પછી શું હોય.... એવું જ જામનગર મનપામાં હાલ ચાલી રહ્યું છે. તાજેતરમાં જ જામનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ બન્ને એજન્સીઓ માટે વધારાનો એક બે ત્રણ નહિ પણ 11.32 કરોડનો ખર્ચ મંજુર કરવા મામલે “માય સમાચાર” દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવતા એક બાદ એક તથ્યો સામે આવી રહ્યા છે.

જામનગર શહેરમાં હાલ બે પાર્ટીઓ ઓમ સ્વચ્છતા કોર્પોરેશન અને પાવરલાઈન કંપની આ બન્ને કંપનીઓના કોન્ટ્રાકટ ચાલી રહ્યા છે, જેની મનપા પાસે રહેલી ફાઈલોમાં શરતોમાં કઈક જુદું છે અને વાસ્તવિક સ્થિતિ કઈક જુદી છે, અને અધિકારીઓ અને પદાધિકારીઓ એક જ સવાલના જુદા-જુદા જવાબો આપે છે, માટે જ આ સમગ્ર મામલો ઝીણવટભરી તપાસ માગી લેતો તો ચોક્કસ છે જ. એવામાં આ કામની શરતો “my samachar” દ્વારા શહેરીજનોના વ્યાપક હિતમાં શોધવામાં આવી છે અને તેના કેટલાક મહત્વના અંશો જે સીધા જ લોકો સાથે સુસંગત એટલા માટે છે કે જે દાવાઓ થઇ રહ્યા છે કે ડોર ટુ ડોર કલેક્શન થાય છે...શહેર સ્વચ્છ રહે છે એકેય કચરા પેટીઓ ક્યારે છલકતી નથી, લોકોના ઘરે ઘરેથી કચરાનું કલેક્શન થાય છે...તેની ખરેખર શરતો શું છે જો લોકોને શરતો મુજબની સુવિધા ના મળતી હોય તો મનપાની સોલીડ વેસ્ટ વિભાગના કંટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવા અને નાયબ ઈજનેર દીપક શિંગાળાને તત્કાલ મળીને જાણ કરવી જોઈએ. -મ્યુનિસીપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા ધ્વારા મ્યુનિસીપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અન્વયે ભાગ શહેરના વિસ્તારોમાં ડોર ટુ ડોર ડોર સ્ટેપ ગાર્બેજ કલેકશન, બીન્સ તથા ઓપન પોઈન્ટ કલેક્શન કરી સુચિત સાઈટ ડીસ્પોઝલ સાઈટ સુધી પોતાના બંધ બોડીના વાહનમાં વહન કરી નિકાલ કરવા માટેનું આ કામ છે,


 
-કચરો એટલે સુકો કચરો, ભીનો કચરો, એકઠો કરેલ ગટરનો કાદવ, કીચડ, છાણ, રાડાખડનો કચરો, વિગેરેનો સમાવેશ થાય છે.
 
-કેરણ એટલે બિલ્ડીંગ મટીરીયલ્સ વેસ્ટ, રેતી, કકરી, કપચી તથા રોડની સાઈડમાં જામેલ માટી વગેરેનો સમાવેશ થાય છે. (બન્નેના અલગ અલગ ભાવો છે)
 
-ડોર ટુ ડોર, ઓપન પોઈન્ટ અને બીન્સ ગાર્બેજ કલેક્શન કામગીરીનો સમય સામાન્ય રીતે સવારના ૭–૦૦ થી બપોરના ૨-૦૦ કલાક સુધીનું રહેશે. કોમર્શીયલ વિસ્તારમાં બપોર બાદ ૦૩-૦૦ વાગ્યાથી સાંજના ૭-૦૦ વાગ્યા સુધીમાં ગાર્બેજ નિકાલની કરવાની રહેશે.(શું તમારા વિસ્તારમાં આ સમયે જ વાહનો આવે છે, કચરો એકત્ર કરવા)
 
-કચરાના પોઈન્ટ ઉપરથી અથવા અન્ય જે સ્થળેથી કચરો ઉપાડવાનું કહેવામાં આવે, ત્યાંથી કચરો ઉપાડી ત્યાંની જમીન સમથળ થઈ જાય તેવી રીતે કચરો ઉપાડવાનો રહેશે અને પાવડર ડસ્ટીંગ કરવાનું રહેશે. તેમજ કન્ટેઈન૨ આસપાસનો કચરો ઉપાડી લેવાનો રહેશે. મહાનગરપાલિકા દ્વારા વોર્ડ દીઠ ઓપન પોઈન્ટનું લીસ્ટ આપવામાં આવ્યું છે,(આપના વિસ્તારમાં આ રીતે તમામ પોઈન્ટ રોજ ચોખ્ખા હોય છે)
 
-કોન્ટ્રાકટરે તહેવારોના સમયગાળામાં એક થી વધુ વાર પણ ગાર્બેજ નિકાલની કામગીરી કરવાની રહેશે. જેનું કોઈ અલગથી ચુકવણું કરવાનું રહેશે નહી. આ કોન્ટ્રાકટ/ટેન્ડર મુજબની જ કામગીરી ગણવામાં આવશે. જેથી આ અંગે કોન્ટ્રાકટરને અલગથી કોઈ ચાર્જ બીલ ચુકવવામાં આવશે નહી.(તહેવારોમાં ના આવે તો પણ સોલીડ વેસ્ટ વિભાગને શહેરીજનોએ જાણ કરવી જોઈએ)
 
-આ કામમાં શહેરની ભૌગોલિક પરીસ્થિતિ ધ્યાને લઇ નાની અને સાંકળી શેરી ગલીમાં જઈ શકે તેવું નાનું અને ઓછી ક્ષમતા વાળું વાહન કે બેટરી પાવરથી સેલ્ફ સ્ટાર્ટ થઇ શકે તેવું વાહન ઉપયોગમાં લેવાનું રહેશે.(જો કે આવા વાહન હોય તેવું કંટ્રોલીંગ અધિકારીએ વાતચીત દરમિયાન જણાવ્યું નથી, શું જામનગરના લોકોએ આવું વાહન જોયું છે ખરા)

-કામની ડોર ટુ ડોર કલેકશન માટેની સામાન્ય શરતોમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે કવર્ડ કરેલ અથવા બંધ વાહન હોવું જરૂરી છે. (શું તમારા વિસ્તારમાં આવતા વાહનો આવા જ છે કે પછી ખુલ્લા અને કચરો ઓવરલોડ ભરેલ, કચરો ઢોળતા જતા છે)
 
-આ કામગીરી માટે જરૂરી મેન પાવર તથા વાહન મોડામાં મોડુ સવારે ૭–૦ વાગ્યે એસ.એસ.આઈ.ની હાજરી પોઈન્ટ ઉપર આવી જવાનું રહેશે, મોડુ થયે વાહન કામગીરીની તે દિવસની ગેરહાજરી ગણવામાં આવશે.
 
-શહેર-વોર્ડની ભૌગોલિક સ્થિતિ અનુસાર નાની કે સાંકડી કે બંધ વડા ગલી મહોલ્લાને અનુરૂપ નાનું અને ઓછી ક્ષમતા વાળું બેટરી (ડીસી) પાવરથી સેલ્ફ સ્ટાર્ટ ટીપર (ટીપિંગ અરેન્જમેન્ટ વાળું) વાહન વાપરવાનું રહેશે.(આવું વાહન ના આવતું હોય પણ સોલીડ વેસ્ટ વિભાગને કોલ કરાય)
 
-શહેરના રેસીડેન્શીયલ, નોન-રેસીડેન્શીયલ/કોમર્શિયલ/માર્કેટ ઉદ્યોગ વિગેરે એકમોમાંથી ડોર  ટુ ડોર ગાર્બેજ કલેકશન દૈનિક રીતે એસ.એસ.આઈ.વોર્ડ ઈન્ચાર્જની સુચના મુજબ દર્શાવેલ રૂટમાં કામગીરી કરવાની રહેશે. જેમાં દરેક શેરી, ગલી, મહોલ્લામાં વાહન જાય ત્યારે ઘંટ બેલ વ્હીસલ વગાડવાનો રહેશે અને ત્યારબાદ દરેક પ્રોપર્ટી હોલ્ડર નાગરિકો પાસેથી વાહનમાં રહેલ લેબર ભારત ભીનો અને સૂકો કચરો અલગ અલગ રાખવાનો રહેશે.

 

-વાહન સાથે ડ્રાઈવર ઉપરાંત પુરતા મજુર, તમામ સલામત્તિના જરૂરીયાત મુજબના સાધનો કોન્ટ્રાકટરે પુરા પાડવાના રહેશે.
 
-ચોમાસાની સિઝનમાં, તહેવારોમાં તથા રોગચાળાની પરીસ્થિતિમાં વોર્ડમાં તમામ સફાઈ માટે એસ.એસ.આઈ. ની સુચના મુજબ વધારાના વાહનો રાખીને પણ કચરો ઉપાડવાનો રહેશે. જેનો અલગથી વધારાનો કોઈ જ ચાર્જ ચુકવવામાં આવશે નહી
 
-દરેક વાહન સાથે ડ્રાઈવર તથા ફરજીયાત મીનીમમ બે લેબર રાખવાના રહેશે.(જો મજુર ના હોય તો તમારે પૂછવું કે શરતમાં છે કેમ નથી)
 
આમ પ્રજાના પૈસાના કરોડો રૂપિયામાં કચરામાં વાપરવામાં આવે છે તે બાદ પણ શહેરમાં કેટલી અને કેવી સફાઈ થાય છે તે સૌ જાણે છે, અરે વિપક્ષ જ નહિ શાશક પક્ષના કોર્પોરેટરોને પણ સફાઈ માટે કેટલા ફોન આવે છે, તેમના વિસ્તારોંથી તે સૌ શાશકો જાણે જ છે. પણ હવે લોકોએ જ જાગૃત થવું પડશે.અને તમારા ટેક્સના નાણાનો વેડફાટ થતો તમારે જ અટકાવવો પડશે.
 
-આ મામલે નવનિયુક્ત વિપક્ષ નેતા આનંદ રાઠોડે કહ્યું કે...
આ સમગ્ર મામલે મનપાના નવનિયુક્ત વિપક્ષ નેતા આનંદ રાઠોડે ટેલીફોનીક વાતચીતમાં કહ્યું કે આ ખર્ચ દિનપ્રતિદિન વધી રહ્યો છે તે વાત ગળે ઉતરતી નથી,  ઉતરોતર આ ખર્ચ વધી જ રહ્યો છે અને કયો એવો કચરાનો વરસાદ થાય છે કે આટલો બધો કચરો જામનગરમાંથી નીકળે છે, અને ક્યાય ડોર ટુ ડોર સફાઈ થતી નથી અને તેમાં પણ નગરસીમ વિસ્તારમાં તો એકાતરા પણ માંડ આવે છે અને અમને તો ડમી ફેરા થતા હોવાની પણ આશંકા છે અને આગામી સમયમાં આ મામલે આંદોલનાત્મક કાર્યક્રમો પણ જરૂર પડ્યે આપીશું