અમદાવાદથી રાજકોટ સર્વે માટે જઈ રહેલ ઇન્કમટેક્સના અધિકારીઓ કર્મચારીઓને નડ્યો અકસ્માત

11 ને પહોચી ઈજાઓ

અમદાવાદથી રાજકોટ સર્વે માટે જઈ રહેલ ઇન્કમટેક્સના અધિકારીઓ કર્મચારીઓને નડ્યો અકસ્માત

Mysamachar.in-સુરેન્દ્રનગર

અમદાવાદથી રાજકોટ ઈન્કમટેક્સના સર્વે માટે જઈ રહેલી ટીમના વાહનનો સુરેન્દ્રનગરના સોમાસર પાસે અકસ્માત સર્જાતાં 11 કર્મચારીને ઈજા પહોંચી છે. ઘાયલ કર્મચારીઓને પ્રાથમિક સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામા આવ્યા છે, જ્યાંથી કેટલાક કર્મચારીઓને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામા આવ્યા છે. ટેમ્પો ટ્રાવેલરના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં વાહન ઝાડ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આજે વહેલી સવારે આ ઘટના બની છે. આ અકસ્માતની ઘટનામાં ગાડીમાં સવાર 6 મહિલા સહિત 11 કર્મચારીઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. મહિલાઓ સહિતના તમામ ઇજાગ્રસ્ત ઇન્કમટેક્સ કર્મચારીઓને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વાનમાં સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાથી હાઇવે પર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં.