Mysamachar.in-જામનગર
જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં આ વર્ષે ધાણાની મબલખ આવક થઇ રહી છે. જેને ધ્યાને લઇ યાર્ડ દ્વારા ગઇકાલે ધાણાની આવક ખોલવામાં આવી હતી. જેમાં ગઇકાલે બપોરે 2 વાગ્યાથી આજે સવારે 3 વાગ્યા સુધીમાં 41000 ગુણી એટલે કે મબલખ કહી શકાય તેવી ધાણાની આવક થઇ હતી અને હજુ રાત્રિના આવેલ વાહનોની ઉતરાઇ ચાલુ હોવાનું જાણવા મળે છે. કુલ 460 વાહનોમાંથી 41000 ગુણી ધાણાની આવક થવા પામી હતી. ખેડૂતોને ભાવ પણ સારા મળતા હોય આવક વધી રહી છે અને સવારે 3 વાગ્યાથી ફરી પાછી ધાણાની આવક બંધ કરવામાં આવી હતી તેમ હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલની યાદી જણાવે છે.