ધ્રોલ નગરપાલિકાના પ્રમુખ સહિત ૮ શખ્શો જુગાર રમતા પકડાયા

એલ.સી.બી. ની રેઇડ

ધ્રોલ નગરપાલિકાના પ્રમુખ સહિત ૮ શખ્શો જુગાર રમતા પકડાયા

my samachar.in-જામનગર:

તાજેતરમાં ધ્રોલ પોલીસે જુગાર રમતા ભાજપ,કોંગ્રેસ અને બસપા વાળાને ઝડપી લીધા બાદ ગત મોડીરાત્રીના માણેકપરની સીમમાં આવેલ ફાર્મહાઉસ માં જામનગર એલ.સી.બીએ બાતમીને આધારે દરોડા પાડીને તીનપત્તીનો જુગાર રમતા ધ્રોલ નગરપાલિકાના પ્રમુખ સહિત ૮ નામાંકિત શખ્સોને  ઝડપીલેતા ચકચાર જાગી છે,

જામનગર એલ.સી.બી.ના પી.આઈ. આર.એ.ડોડિયાની સૂચના થી ચોક્કસ બાતમીના આધારે પી .એસ આઈ. કે.કે.ગોહિલ સ્ટાફના જયદેવસિંહ ઝાલા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઇ ધાંધલ, દિલીપભાઇ તલાવડીયા,સહિતના પોલીસ સ્ટાફ ધ્રોલના લતીપુર હાઈવે રોડ નજીક માણેકપર ગામની સીમમાં મનોજસિંહ પરમારના ફાર્મ હાઉસ ખાતે ગત મોડી રાત્રીના ૨ વાગ્યા આસપાસ દરોડા પાડીને તીનપત્તીનો જુગાર રમતા ધ્રોલ નગરપાલિકાના પ્રમુખ નરેન્દ્રસિંહ દિલાવરસિંહ ચુડાસમા તેમજ તાજેતરમાં ધ્રોલ પોલીસે ચામુંડા પ્લોટમાંથી જુગાર રમતા ઝડપેલ વોર્ડ નંબર ૩ ના બસપાના મહિલા સદસ્યાના પતિ દિનેશસિંહ હરપ્રતાપસિંહ ગોહિલ સહિત સુરેશભાઇ રેવાજતી ગોસાઇ, વેપાર મહેશભાઇ ધરમશીભાઈ નેગાંધી, કારા લઘુ વરુ,રજની વશરામભાઈ વરુ,સમીર ઇબ્રાહીમ મેમણ,રજાક જૂસબ મેમણ વગેરેને રંગે હાથે ઝડપી લઈને રોકડા ૯૪,૭૦૦ સાથે ઝડપી લઈને સ્થાનીક પોલીસના હવાલે કરતાં ચકચાર જાગી છે,

આમ ધ્રોલ નગરપાલિકાના પ્રમુખ,બસપાના મહિલા સદસ્યાના પતિ સહિત ધ્રોલના નામાંકિત શખ્સો ને  જુગાર રમતા ઝડપતા ભારે રાજકીય ચર્ચા જાગી છે.