પૂર્વ ધારાસભ્ય સહીત 3 લોકો પર  પર દિનદહાડે ફાયરીંગની ઘટનાથી સન્નાટો

ક્યાં કારણોસર કરવામાં આવ્યું ફાયરીંગ પોલીસ કરે છે તપાસ

પૂર્વ ધારાસભ્ય સહીત 3 લોકો પર  પર દિનદહાડે ફાયરીંગની ઘટનાથી સન્નાટો
symbolic image

Mysamachar.in-ગીર સોમનાથ

ઉના નગરપાલિકાના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય કે.સી રાઠોડ પણ બે અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. જો કે ફાયરિંગ કરનારા શખ્સો ફરાર થઇ ગયા હતા. અંધાધુંધ થયેલા ફાયરિંગમાં નગરપાલિકાના પ્રમુખ કે.સી રાઠોડ ઉપરાંત 2 લોકોને પણ ગોળીઓ વાગી હતી..ફાયરિંગ થવાના કારણે આસપાસમાં પણ નાસભાગ મચી ગઇ હતી. જો કે લોકોએ નજીકમાં રહેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં હાલ ત્રણેયની સારવાર ચાલી રહી છે. જો કે ફાયરિંગ કયા કારણથી થયું તે હજુ અકબંધ છે. ફાયરિંગની ઘટનાને પગલે લોકોનાં ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. ઘટના સ્થળે પોલીસ પણ દોડી આવી હતી. પોલીસ દ્વારા ઘટના સ્થળેથી ગોળીઓની બ્લેન્ક કાર્ટિજ પણ જપ્ત કરવામાં આવી હતી. હાલ પોલીસ સમગ્ર મુદ્દે તપાસ કરી રહી છે.