Mysamachar.in-જામનગર:
જામનગર 78-ઉત્તર વિધાનસભા વિસ્તાર તેમજ 79-દક્ષિણ વિધાનસભા વિસ્તાર માટેના મધસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન સંમેલન ઓશવાળ સેન્ટરમાં યોજાયું હતું. જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા.ઉપરાંત જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, જામનગર શહેરના પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ મંત્રીઓ આર.સી. ફળદુ ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), વસુબેન ત્રિવેદી, પરમાનંદભાઈ ખટ્ટર, ભારતીય સ્ટાર ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા વગેરેની ઉપસ્થિતિમાં 78 વિધાનસભા વિસ્તારના ઉમેદવાર રિવાબા જાડેજા, તેમજ 79-વિધાનસભા વિસ્તારના ઉમેદવાર દિવ્યેશભાઈ અકબરીને શુભેચ્છા સંદેશો પાઠવી, જંગી લીડથી વિજેતા બનાવવા માટે કાર્યકર્તામાં જોશ ભર્યો હતો.
ભારતીય જનતા પાર્ટીના 78-ઉત્તર અને 79-દક્ષિણ વિધાનસભા વિસ્તારના ઉમેદવારોના મધ્યસ્થ ચૂંટણી કાર્યલયનું ઉદઘાટન સંમેલન ઓશવાળ સેન્ટરમાં યોજાયું હતું, જેમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા, જેમની સાથે જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને જામનગર 79-દક્ષિણ વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય આર.સી ફળદુ, રાજ્ય કક્ષાના પૂર્વ મંત્રી અને 78-ઉત્તર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), જામનગરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી પૂર્વ મંત્રી પરમાનંદભાઈ કટર નગરના મેયર બીનાબેન કોઠારી, ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, ભારતીય સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર સિંહ જાડેજા 78-વિધાનસભા વિસ્તારના ચૂંટણી ઇન્ચાર્જ નિલેશભાઈ ઉદાણી, 79-વિધાનસભા વિસ્તારના ચુંટણી ઇન્ચાર્જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા વગેરે મંચ પર ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપ શહેર અધ્યક્ષ ડો. વિમલ કગથરા, મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ જામનગર શહેર ભાજપના અન્ય અગ્રણીઓ, પૂર્વ મંત્રી પૂર્વ શહેર પ્રમુખો, પૂર્વ મેયરઓ તેમજ અન્ય અગ્રણીઓ જોડાયા હતા. જે તમામ આગેવાનોએ 78-વિધાનસભા વિસ્તારના ઉમેદવાર રિવાબા જાડેજા, તેમજ 79-વિધાનસભા વિસ્તારના ઉમેદવાર દિવ્યેશભાઈ અકબરીને શુભેચ્છાઓ પાઠવી હતી, અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકારોનો જોશ ભર્યો હતો. તેમજ બન્ને ઉમેદવારો જંગી બહુમતીથી વિજેતા બને, તે માટેની શુભકામનાઓ પાઠવી હતી. ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરાએ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું હાલારી પાઘડી પહેરાવીને સ્વાગત કર્યું હતું, જ્યારે બન્ને વિધાનસભા વિસ્તારના ઉમેદવારોએ પણ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને વિશાળ કદની પુષ્પમાળા પહેરાવીને અદકેરૂં સ્વાગત કર્યું હતું.
જામનગરની 78 અને 79-વિધાનાભા વિસ્તારની ચૂંટણી માટેના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન સંમેલન વેળાએ 78- વિધાનસભા વિસ્તારના ઉમેદવાર રિવાબા જાડેજાના પતિ ભારતના સ્ટાર ક્રિકેટર અને ટીમ ઇન્ડિયાના રવિન્દ્રસિંહ જાડેજાએ આજે મંચ પર એન્ટ્રી કરી રાજકારણની પીચ પર ઉતરાણ કર્યું હતું, ત્યારે ઉદ્ઘાટન સંમેલનમાં ઉપસ્થિત સૌ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા, કે જે જેઓ મોટાભાગે ટીમ ઈન્ડિયાની બ્લુ જર્સીમાં જોવા મળતા હતા, જેના બદલે આજે તેણે કેસરિયો ઝભ્ભો ધારણ કર્યો હતો, અને રાજકારણની પીચ પર એન્ટ્રી કરી છે, અને પત્ની રિવાબા જાડેજાના સમર્થનમાં જોડાયા છે.