Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લામાં લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, એવામાં ખાસ કરીને ભારે બફારા વચ્ચે અમુક ગામોને બાદ કરતા જામનગર શહેર સહિતના વિસ્તારોમાં માત્ર વરસાદી ઝાપટાંઓ પડી રહ્યા છે, એવામાં છેલ્લા 24 કલાકમાં એટલે કે આજે સવારે 6 વાગ્યા સુધીમાં જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના ખરેડી, મોટા વડાલા, અને નવાગામમાં અડધો અડધો ઇંચ વરસાદ નોંધાયો તો મોટા પાંચ દેવડામાં 1 ઇંચ, જામજોધપુર તાલુકાના ધુનડામાં 1 ઇંચ, લાલપુર તાલુકાના પીપરટોળા ગામે સવા બે ઇંચ, તો પડાણા અને ડબાસંગમાં અડધો અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. જો કે જામનગર શહેર કોરું ધાકોળ રહ્યું હતું.