વૉર્ડ નંબર 3 માં કોંગ્રેસની પરિવર્તન પદયાત્રા બાદ પરિવર્તનના વર્તતા એંધાણ...

શક્તિસિંહ તથા લલીતભાઇ તેમજ દીપ્તીબેન અને મીરાબેન લોકો માટે હંમેશા ખડેપગે રહેનારા હોઇ લોકપ્રિય ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા

વૉર્ડ નંબર 3 માં કોંગ્રેસની પરિવર્તન પદયાત્રા બાદ પરિવર્તનના વર્તતા એંધાણ...

Mysamachar.in-જામનગર

જામનગર મહાનગરપાલીકાની ચુંટણી માટે કાલે રવિવારે મતદાન છે, અને માટે જ હાલ શહેરના જુદા- જુદા વિસ્તારોમા ક્યા શુ માહોલ છે તે જાણવુ રસપ્રદ બની રહે છે, ત્યારે વોર્ડ નંબર 3 મા કોંગ્રેસના ઉમેદવારો શક્તિસિંહ જેઠવા તથા લલીતભાઇ પટેલ તેમજ દીપ્તીબેન અને મીરાબેનની પેનલ તરફી જબરો લોકજુવાળ જોવા મળી રહ્યાનુ એનાલીસીસ કરનારાઓએ કહ્યુ છે, કેમકે કોંગ્રેસની પરિવર્તન પદયાત્રા યોજાઇ તેમા મતદારોએ કોંગ્રેસની આ યાત્રાને ઉમળકાભેર આવકાર આપ્યો છે, તે જોતા વોર્ડ નંબર 3 મા કોંગ્રેસની પેનલ જીતશે અને  આ ચુંટણીમાં  અહી પુનરાવર્તન નહી થાય પરિવર્તન થશે તેમ તારણ જાણવા મળ્યુ છે, કોંગ્રેસના ઉમેદવારો તેમજ આગેવાનો ઉપરાંત કાર્યકર્તાઓ અને સપોર્ટરોની સૌની શુક્રવારે પરિવર્તન પદયાત્રાની શરૂઆત પટેલવાડી જડેશ્વર મહાદેવ મંદિરએ દર્શન કરીને થઇ હતી જે વિકાસ ગૃહ રોડ, પટેલ કોલોની રોડ નંબર 1થી શેરી નંબર 6 સુધી, પટેલ કોલોની રોડ નંબર 4, આનંદ કોલોની અને જયંત સોસાયટીમાં રામ મંદિરએ દર્શન કરીને પદયાત્રા પૂર્ણ કરવામા આવી હતી, ખોટા શોરબકોર વિનાની પદયાત્રાને લોકોએ બિરદાવી હતી.

-કોંગ્રેસની પરિવર્તન પદયાત્રામાં મોટી સંખ્યામાં  સ્વયંભુ જોડાતા લોકો

કોંગ્રેસની આ શક્તિપ્રદર્શન રૂપી પરિવર્તન  પદયાત્રા  શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ  રીતે યોજાઇ હતી તેમજ આ "પરિવર્તન પદયાત્રા" ને વૉર્ડ નંબર 3 ના લોકોએ અનેરો આવકાર આપીને ઉમળકાભેર વધાવી હતી તેમજ સ્વયંભુ રીતે આ પદયાત્રામાં  1000 જેટલા વડીલો તેમજ ભાઇઓ તેમજ બહેનો અને યુવનોએ જુસ્સાભેર ભાગ લીધો હતો

-વોર્ડ નંબર 3 મા વડીલોના માર્ગદર્શન હેઠળ યુવા મતદારોનો કોંગ્રેસ તરફી ઝોક સ્પષ્ટ દેખાયો....પરિવર્તન પદયાત્રાની સફળતા

જામનગર મહાનગરપાલિકાની ચુંટણીમા આ વખતે વોર્ડ નંબર 3 ના યુવા મતદારોમાં કોંગ્રેસ તરફી ઝોક અને લગાવ સ્પષ્ટ દેખાય છે કેમકે અહી  યુવાનોએ પરિવર્તનની નેમ લઇને વૉર્ડ નંબર 3 ના યુવાન અને અનુભવી કોંગ્રેસ પક્ષની પેનલને વિજય બનાવવા કટિબદ્ધતા દર્શાવી છે આ વિસ્તારના વડીલોના માર્ગદર્શન હેઠળ સૌ યુવા ભાઇ બહેનોએ કોંગ્રેસને વિજયી બનાવવા નિર્ધાર કર્યો છે તેમજ વડીલોએ પણ આ જ નિર્ધાર કર્યો હોઇ કોંગ્રેસની આ  પરિવર્તન પદયાત્રા કોંગ્રેસ તરફી વાતાવરણ બનાવવામા સફળ રહી તેવા અભિપ્રાય મળ્યા છે.

-લોકો માટે ખડે પગે રહેનારા કોંગ્રેસના વોર્ડ 3 ના ચારેય લોકપ્રિય ઉમેદવારો વિજયી બનશે એવુ વિશ્લેષણ

વોર્ડ નંબર 3 મા છેલ્લી ઘડીનો લોકોનો ઝોક જાણવા લોકોને કોંગ્રેસના ઉમેદવારો વિશે પુછવામા આવ્યુ ત્યારે લોકોએ જણાવ્યુ કે શક્તિશાળી ઉમેદવાર શક્તિસિંહ જેઠવા આ વોર્ડના ઉમેદવાર અને યુથ કોંગ્રેસના આગેવાન અને લડાયક એવા  નાની વયે વિદ્યાર્થીકાળથી સેવાભાવના ગુણ સાથે છેલ્લા એક દાયકા કરતા પણ વધુ સમયથી વિદ્યાર્થીઓ તેમજ યુવાનોના પ્રશ્નોના નિરાકરણ માટે સતત સક્રિય રહ્યા છે, તો રાજકીય ક્ષેત્રે જામનગર જિલ્લાની કોંગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખ (NSUI) ના પ્રમુખ તરીકે સક્રિય સેવા આપેલ છે. હાલમાં શક્તિસિંહ ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે આવા ઉમેદવારને જીતાડવા જ છે તેમજ લોકોએ વધુમા કહ્યુ કે બીજા ઉમેદવાર લલીતભાઇ ભાલોડી જે વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે જાણીતા વ્યાપારી ઉપરાંત આલ્ફા કલર લેબ તેમજ લાલા સેનીટરી વેરના માલિક છે, અને તેવો વેપારીવર્ગમાં અનોખું સ્થાન ધરાવે છે,વધુમાં તેવો જામનગર વેપારી મહામંડળમાં ઉપપ્રમુખ પદે રહી વેપારીઓના નાના મોટા પ્રશ્નોના ઉકેલ લાવવા કાયમ જાગૃત રહીને સક્રિય ભૂમિકા અદા કરતા રહ્યા છે તેને અમારે કોર્પોરેટર તરીકે ચુંટવા છે,

કેમકે એટલે પટેલકોલોની સહિતના આ વોર્ડના વિસ્તારોમાં વસવાટ કરતા મોટાભાગના વેપારીઓ સાથે તેવો જીવંતસંપર્કો ધરાવે છે તો વળી ઉમેદવાર દીપ્તીબેન પંડ્યા BSNL જામનગરના ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ કમલેશભાઇ પંડયાના ધર્મપત્નિ છે, તેવો યોગા ટ્રેઇનર તરીકે છેલ્લા 13 વર્ષથી સતત સક્રિય રહી સેવાઓ આપી રહ્યા છે. યોગા કેમ્પો વિનામુલ્યે પણ યોજી સેવારત રહે છે.અને લોકોનું સ્વાસ્થ્ય કેમ જળવાઈ રહે તે માટે અથાગ પ્રયત્નો કરતા રહે છે, અને વધુમાં તેવો સમસ્ત બ્રહ્મ સમાજ જિલ્લા મહિલા પાંખના ઉપ પ્રમુખ તરીકે સક્રિય સેવાઓ આપી રહ્યા છે તેઓ પણ જીતશે તેમ લોકોનો મત જાણવા મળ્યો ઉપરાંત ઉમેદવાર મીરાબેન રાયઠઠ્ઠા જે લોહાણા સમાજના અગ્રણી અને રાજકીય વારસો ધરાવતા પરિવારમાંથી સેવાના ગુણો ધરાવે છે માટે આમ આ ચારેય ઉમેદવારો લોકો સાથે અને લોકો માટે ખડેપગે રહેનારા હોઇ વિજયી થશે તેવુ વિશ્લેષણ લોકોએ આપ્યુ છે.