આ રીતે દારુ ઘુસાડવાનો પ્લાન થયો નાકામ

આ જીલ્લામાં પોલીસે ચેકિંગ દરમિયાન બોર્ડર પરથી ઝડપ્યો દારુ

આ રીતે દારુ ઘુસાડવાનો પ્લાન થયો નાકામ

Mysamachar.in:અરવલ્લી

ગુજરાતમાં દારૂબંધી છે એટલે પ્યાસીઓને દારુ પહોચાડવા નીતનવા નુશખાઓ લોકો અજમાવતા હોય છે, ત્યારે અરવલ્લી પોલીસે આવો જ એક નુસ્ખો સફળ થાય તે પૂર્વે જ નાકામ કરી દીધો છે, શામળાજી બોર્ડર પર લઈ જવાતો દારુનો જથ્થો ઝડપાયો છે. અણસોલ ચેકપોસ્ટ પોલીસ ચેકિંગ દરમિયાન આઈશર ટ્રકમાં વોટર એસી કુલરના બોક્ષની આડમાં વોટર એસી કુલરના બોક્ષમાં 241 પેટી દારુ ઝડપી પાડ્યો હતો. શામળાજી પોલીસે બુટલેગરના દારુ ઘુસાડવાના આ નવા કીમિયાને નાકામ કર્યો હતો. પોલીસે કુલ દારુનો કુલ 14.46 લાખનો મુ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આઈશર ટ્રકચાલકને ઝડપી પાડી કાર્યવાહી કરી હતી. આમ એસી કુલરના બોક્ષમાં પણ આ રીતે દારુ છુપાવીને ઘુસાડવાની ટ્રીક પોલીસે નિષ્ફળ બનાવી દીધી છે.