Mysamachar.in-જામનગર
આ વર્ષે રાજ્યભરમાં સૌથી વધુ મગફળીના ભાવ ખુલ્લા બજારમાં જામનગરના હાપાયાર્ડમાં ખેડૂતોને મળી રહ્યા છે, જેને પગલે ટેકાના ભાવે મગફળી વેચાણ કરવાને બદલે સીધા જ ખુલ્લા બજારમાં વેપારીઓને મગફળી વેચાણ કરી ઊંચા ભાવો મેળવી રહ્યા છે, એવામાં છેલ્લા થોડા દિવસોથી જામનગર યાર્ડમાં મગફળીની આવક બંધ કરવામાં આવી હતી, અને ગતરાત્રીના 12 વાગ્યાથી આ આવક ફરી શરુ કરવામાં આવતા એક જ દિવસ માં 800 જેટલા વાહનો માલ ભરી આવતા લાંબી કતાર લાગી જેને કારણે રાત્રે 12 વાગ્યા થી વહેલી સવારે 5 વાગ્યા સુધીમાં હાપા યાર્ડમાં મગફળીની રેકર્ડ બ્રેક 55 હજાર ગુણીની આવક થઇ હોવાનું યાર્ડ સેક્રેટરી હિતેશ પટેલ જણાવે છે,
તો આ વખતે ખુલ્લા બજારમાં હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીના રાજ્યના સૌથી વધુ ભાવ 1480 રૂપિયા સુધી ખેડૂતોને મળી રહ્યા છે, તો એકીસાથે યાર્ડમાં 55000 ગુણ મગફળીની આવક થતા સવારે 6 વાગ્યાથી યાર્ડ ખાતે હવે જગ્યા પણ ખાલી ન રહેતા આવક બંધ કરી દેવામાં આવી છે, અને હાપા યાર્ડ આખું મગફળીથી છલોછલ ભરાઈ જવા પામ્યું છે.