જામનગરના ગ્રામીણ વિસ્તારોમાં પંચાયત અને વિધાનસભામા કોંગ્રેસનો કબજો ભાજપ માટે ભારે પડશે..?

ભાજપએ વિકાસકામોમા ધ્યાન તો આપ્યુ પરંતુ.... ખેતી-રોજગાર-વીજળી-પાણી-રીસર્વે  મુદે સામુ વહેણ

જામનગરના ગ્રામીણ વિસ્તારોમાં પંચાયત અને વિધાનસભામા કોંગ્રેસનો કબજો ભાજપ માટે ભારે પડશે..?

Mysamachar.in-જામનગર

જામનગર જિલ્લા અને તાલુકા પંચાયતોની ચુંટણીમા એક તરફ વર્ષ 2015મા કોંગ્રેસનો દબદબો રહ્યો તે ભાજપ માટે ઝટકો હતો તેવી જ રીતે કાલાવડ વિધાનસભા જેમા કાલાવડ ધ્રોલ જોડીયાના વિસ્તાર આવે જામજોધપુર વિધાનસભા જેમા જામજોધપુર અને લાલપુર તાલુકા આવે ત્યા પણ કોંગ્રેસના ધારાસભ્ય છે બીજી તરફ ભાજપએ આ સ્થિતિ સુધારવા અમુક નાગરીકોની સુવિધાઓના કામો ગામડાઓમા અને તાલુકાઓમા કર્યા હજુ બીજા આયોજન પણ કર્યા પરંતુ આ બંને મુદા બાદ પણ બંને મુખ્ય પક્ષ માટે ચુંટણીને જોતા  સ્થિતિ ફીફટી ફીફટી જ છે તેવુ તારણ હાલ બહાર આવે છે,

જિલ્લા પંચાયત અને જે તાલુકા પંચાયતોમા કોંગ્રેસનુ શાસન રહ્યુ તો તે જાળવવા મહેનત કરવી જ પડે સાથે જ કામો પણ કરવા પડે પરંતુ મોટા ભાગે સભ્યોને કાંતો ગ્રાન્ટ ના કે ભંડોળના પ્રશ્ન નડતા કામ ન કરાવી શક્યા કાં તો વહીવટી પ્રશ્ન નડતા પોતાના વિસ્તારમા દબદબો જાળવવામા મુશ્કેલી રહી તો બીજી તરફ ઘણા સભ્યોનો લોકસંપર્કનો઼ પાત્ર ન રહ્યો વળી સતા મળી હોવા છતા ફેરબદલ જુથવાદ વગેરેમા અને અમુક સ્વવિકાસમા અટવાયેલા રહેતા એકંદર પ્રજા માટે તમામ સભ્યો પુરતો સમય ફાળવી ન શક્યા તે બાબતના અનેક  પ્રશ્નો સામે આવ્યા છે જેથી પ્રજાજનો અનેક લાભથી સુવિધાઓથી ઠોસ રજુઆતોથી જરૂરી માંગણીઓ સંતોષાવી વગેરે બાબતેથી વંચિત રહ્યા હોવાનુ પ્રાથમિક  સર્વેક્ષણ બહાર આવ્યુ છે,

બીજી બાજુ રાજ્યના શાસકપક્ષ ભાજપ માટે પણ એટલો બધો ચાન્સ નથી કે ખુબ ઉમળકાથી રિસ્પોન્સ મળે કેમકે ગામડાઓમા ખેતીને લગત લાભ સિંચાઇ વીમા વગેરે  સમસ્યાઓ આજે પણ છે તો તાજેતરનો કાયદાનો વિરોધ પણ છુપો પણ છે ખરો (હા ભલે નવનિયુક્ત જીલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા પક્ષનો બચાવ કરે તે અલગ વાત છે) તેમજ સહકાર ક્ષેત્રની સમશ્યા બેરોજગારી રિસર્વેની માથાફોડી ઉપરાંત રસ્તા પાણી દવાખાના શિક્ષણ સહિતના પ્રશ્નો સાથે ટ્રાન્સપોર્ટશન જાહેર સુવિધા સફાઇ સ્ટ્રીટ લાઇટ વગેરે જેવા સ્થાનિક અનેક પ્રશ્નો અનેક ગામોમા હોવાથી અને સમયસર અનેક પ્રશ્નો હલ ન થયા હોય તેમજ પંચાયતમા ગત વખતની પછડાટ બાદ ગ્રામ્ય સ્તરે જોઇએ તેટલુ ધ્યાન દરેક મુદે અપાયુ ન હોય ભાજપને પણ સામા વહેણ જેવી સ્થિતિ હોવાનુ ગ્રામીણ સમીક્ષકો જણાવે છે.